જસપ્રીત બુમરાહ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી માટે ઈશા ગુહાએ માફી માગી

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચોની ટેસ્ટ સીરિઝમાં ત્રીજી મેચ 14 ડિસેમ્બરના રોજ રમાય હતી. ત્યારે આ મેચ દરમિયાન પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર ઈશા ગુહાના બફાટ વિવાદ સર્જાયો હતો. ખરેખર વાત એમ છે કે કોમેન્ટેટર ઈશા ગુહાએ ભારતીય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ વિશે જાતિવાદી ટિપ્પણી કરી હતી. ઈશાએ બુમરાહ માટે ‘પ્રાઈમેટ’ શબ્દનો ઉપયોગ કર્યો હતો. પ્રાઈમેટનો અર્થ નર વાનર થાય છે. સસ્તન પ્રાણીઓના ઉત્ક્રાંતિમાં અક તબક્કો પ્રાઈમેટનો રહ્યો છે.
મેચના બીજા દિવસના પહેલા સેશનમાં જસપ્રીત બુમરાહે ભારતીય ટીમને સારી શરૂઆત અપાવી હતી. તેણે ઓસ્ટ્રેલિયાના બંને ઓપનરોને ઓછા રનો સાથે આઉટ કરી દીધા હતા. પૂર્વ ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર બ્રેટ લી બુમરાહની આ શાનદાર બોલિંગથી પ્રભાવિત થઈ કોમેન્ટ્રી દરમિયાન કહ્યું હતું કે, ‘તમે પૂર્વ કેપ્ટન જસપ્રિત  બુમરાહ પાસેથી અવા જ પ્રદર્શનની ઈચ્છો રાખો છો.’ આ દરમિયાન ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર ઈસા ગુહા પણ બ્રેટ લી સાથે કોમેન્ટ્રી કરી રહ્યા હતા. બ્રેટ લીને જવાબ આપતા તેણે કહ્યું, ‘તે MVP છે, સૌથી મોંઘો પ્રાઈમેટ, જસપ્રિત બુમરાહ.’ ઈશા ગુહા દ્વારા કરાયેલી કોમેન્ટ બાદ સોશિય મીડિયા પર લોકો ભડક્યા હતા. આ ટિપ્પણી માટે ઈશા ગુહાને માફી માગવા માટે મજબૂર કરી હતી.

જે બાદ ગુહાએ માફી માગતા કહ્યું કે “ગઈકાલે કોમેન્ટ્રી દરમિયાન મેં એક શબ્દનો પ્રયોગ કર્યો હતો જેના અલગ-અલગ મતલબ નીકળી શકે છે. મારાથી થયેલી કોઈપણ ભૂલ માટે હું માફી માગવા માગુ છું. હું તેમની સિદ્ધિની મહાનતા બતાવવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ મેં ખોટા શબ્દનો પ્રયોગ કર્યો. તેના માટે મને ખેદ છે. જો તમે મારી આખી વાત સાંભળો તો મારો હેતુ ભારતના મહાન ખેલાડીઓમાંથી એકની પ્રશંસા કરવાનો હતો. હું તેની ખૂબ પ્રશંસા કરું છું.” આ દરમિયાન કોમેન્ટ્રી કરી રહેલા રવિ શાસ્ત્રીએ ઈશા ગુહાને બહાદૂર મહિલા ગણાવી. તેમણે કહ્યું કે, લાઈવ ટીવી પર માફી માગવા માટે હિમ્મતની જરૂર પડે છે. લોકોને ભૂલ કરવાનો અધિકાર છે, કારણ કે, આપણે બધા માણસ છીએ. જ્યારે તમારા હાથમાં માઈક હોય ત્યારે ક્યારેક-ક્યારેક આવું થાય છે.