નવી દિલ્હી: આઈપીએલ 2020 માટે 19 ડિસેમ્બરે કોલકાતાએ હરાજી યોજાયી. હરાજીમાં ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓનો દબદબો રહ્યો. પોતાની આક્રામક બેટિંગ માટે જાણીતા ગ્લેન મેક્સવેલ માટે દિલ્હી કેપિટલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબે લાંબી હોડ જામી અને અંતે પંજાબની ટીમ 10.75 કરોડ રુપિયાની બોલી લગાવીને તેમણે પોતાની ટીમમાં સામેલ કરવામાં સફળ રહી. કિંગ્સ ઈલેવન પંજાબ આ આઈપીએલ હરાજીમાં 42.70 કરોડ રુપિયાની સૌથી વધુ રકમ સાથે સામેલ થઈ. અનેક વર્ષોથી આઈપીએલમાં મિસ્ટ્રી ગર્લ ચર્ચાનો વિષય બની છે. 2018માં માલતી ચહર હોય કે પછી આરસીબી ફેન દીપિકા ઘોષ. આ વર્ષે પણ એક મિસ્ટ્રી ગર્લ ચર્ચાનો વિષય બની ગઈ છે.
ગુરુવારે આઈપીએલની આગામી સિઝન માટે હરાજી દરમ્યાન સનરાઈઝર્સ હૈદરાબાદના મેન્ટર વીવીએસ લક્ષ્મણ, મુથૈયા મુરલીધરન અને કોચ ટ્રેવર બેલિસની બાજુમાં એક મિસ્ટ્રી ગર્લ જોવા મળી હતી. જેના પર વારંવાર કેમેરો જતો હતો. હૈદરાબાદે પોતાની પ્રથમ ખરીદી માટે અંદાજીત એક કલાકનો સમય લીધો હતો પરંતુ ત્યાં સુધી મિસ્ટ્રી ગર્લ સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ હતી.
આ મહિલા બીજી કોઈ નહીં પરંતુ હૈદરાબાદ ટીમના માલિક કલાનિથી મારનની 27 વર્ષીય પુત્રી કાવ્યા મારન છે. કાવ્યા ફ્રેન્ચાઈઝીની કો ઓનર હોવા ઉપરાંત ક્રિકેટ લવર પણ છે. તે સન ટીવી અને સન ટીવીની એફએમ ચેનલો સાથે જોડાયેલી છે. તે પ્રથમ વખત આઈપીએલ 2018 દરમ્યાન જોવા મળી હતી. તેણે ચેન્નાઈમાંથી એમબીએ કર્યું છે અને અત્યારે તેનું સંપૂર્ણ ધ્યાન આઈપીએલ પર છે.