મુંબઈ – એમ.એસ.કે. પ્રસાદની આગેવાની હેઠળની રાષ્ટ્રીય ક્રિકેટ પસંદગી સમિતિએ વેસ્ટ ઈન્ડિઝ સામે ઘરઆંગણે ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ અને વન-ડે ઈન્ટરનેશનલ મેચોની આગામી શ્રેણીઓ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે.
બંને શ્રેણી માટેની ટીમનું નેતૃત્વ વિરાટ કોહલી સંભાળશે અને રોહિત શર્મા એના ડેપ્યૂટી તરીકેની ફરજ બજાવશે.
ફાસ્ટ બોલર ભૂવનેશ્વર કુમારે બંને ટીમમાં પુનરાગમન કર્યું છે. ઈજાને કારણે તે અમુક સમયથી ટીમથી બહાર હતો.
એવી જ રીતે, ચાઈનામેન સ્પિનર કુલદીપ યાદવે ટ્વેન્ટી-20 ટીમમાં કમબેક કર્યું છે.
ફાસ્ટ બોલર મોહમ્મદ શમી, જે છેલ્લે 2017ના જુલાઈમાં ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમ્યો હતો, એને પણ આ વખતની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. શમી આવતા વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનાર ટ્વેન્ટી-20 વર્લ્ડ કપ માટેની ટીમમાં પોતાનો દાવો મજબૂત કરી શકે એ માટે તેને આ તક આપવામાં આવી છે.
પસંદગીકારોએ ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાને ટીમમાંથી પડતો મૂક્યો છે. એ અમુક અઠવાડિયા અગાઉ બાંગ્લાદેશ સામે રમ્યો હતો.
વન-ડે ઈન્ટરનેશનલ શ્રેણી માટેની ટીમઃ
વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન, કે.એલ. રાહુલ, રિષભ પંત, મનીષ પાંડે, શ્રેયસ ઐયર, કેદાર જાધવ, રવિન્દ્ર જાડેજા, શિવમ દુબે, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, દીપક ચાહર અને ભૂવનેશ્વર કુમાર.
ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ શ્રેણી માટેની ટીમઃ
વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન, કે.એલ. રાહુલ, રિષભ પંત, મનીષ પાંડે, શ્રેયસ ઐયર, રવિન્દ્ર જાડેજા, શિવમ દુબે, યુઝવેન્દ્ર ચહલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, દીપક ચાહર અને ભૂવનેશ્વર કુમાર.
વેસ્ટ ઈન્ડિઝ સામે 3 ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોની સિરીઝઃ
પહેલી મેચ – 6 ડિસેંબર, મુંબઈ
બીજી મેચ – 8 ડિસેંબર, તિરુવંતપુરમ
ત્રીજી મેચ – 11 ડિસેંબર, હૈદરાબાદ
3 વન-ડે ઈન્ટરનેશનલ મેચોની સિરીઝઃ
પહેલી મેચ – 15 ડિસેંબર, ચેન્નાઈ
બીજી મેચ – 18 ડિસેંબર, વિશાખાપટનમ
ત્રીજી મેચ – 22 ડિસેંબર, કટક