સુરત – વ્હીલચેરગ્રસ્ત (દિવ્યાંગ) ક્રિકેટરો માટે નેપાળમાં રમાતી પ્રથમ વ્હીલચેર ક્રિકેટ એશિયા કપ સ્પર્ધામાં ગુરુવાર, 16 મેએ ભારતે પાકિસ્તાનને 17-રનથી પરાજય આપ્યો હતો.
આ સ્પર્ધામાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળની ટીમોએ ભાગ લીધો છે.
આ મેચમાં સુરતનિવાસી બેટ્સમેન પરશુરામ દેસલે સેન્ચુરી ફટકારી હતી. એમની સદીના જોરે જ ભારત પાકિસ્તાન પર વિજયી થઈ શક્યું.
આ મેચ બાદ મહિલા દિવ્યાંગ ક્રિકેટરોની પણ મેચ રમાઈ હતી અને એમાં પણ ભારતે પાકિસ્તાનને પરાજય આપ્યો હતો.
સ્ટેડિયમમાં જય હો, ભારત વિજય હો નારા લાગ્યા હતા.
આ સ્પર્ધા 15 મેથી શરૂ થઈ છે અને 18 મે સુધી ચાલશે.
વ્હીલચેર ક્રિકેટ એસોસિએશન સંસ્થા વિશ્વસ્તરની ડિસેબલ્ડ સ્પોર્ટિંગ સોસાયટી સંસ્થા સાથે સંલગ્ન છે. એના છત્ર હેઠળ 16 ટીમો છે.