કોલકતાઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કોલકતાના ઈડન ગાર્ડંસ સ્ટેડિયમમાં પિંક બોલ ટેસ્ટને લઈને ખૂબ ઉત્સાહ જોવા મળ્યો. મેચના પહેલા દિવસે હજારોની સંખ્યામાં દર્શકો પહોંચ્યા હતા. બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ જણાવ્યું કે ચાર દિવસની ટીકિટ વેચાઈ ગઈ છે.
આ ટેસ્ટ મેચ માટે કોલકતાને ગુલાબી રંગમાં રંગવામાં આવ્યું હતું. ભારતમાં જયપુરને પિંક સીટી કહેવામાં આવે છે પરંતુ દર્શકોએ કોલકતાને નવી ગુલાબી નગરી ગણાવી. કોલકતાના મેદાન પર દર્શકોનો ખૂબ ઉત્સાહ જોવા મળ્યો. ભારતીય ક્રિકેટના સુપરફેન માનવામાં આવતા સુધીર ગૌતમ જોશમાં જોવા મળ્યા હતા.
બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાને ખાસ નિમંત્રણ આપવામાં આવ્યું હતું. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ ઈડન ગાર્ડન્સ પર ઉપસ્થિત રહ્યા હતા. ભલે બાંગ્લાદેશી ટીમનું પ્રદર્શન સારું ન રહ્યું હોય પરંતુ તેના ફેન્સ જોશમાં જોવા મળ્યા હતા. બીસીસીઆઈ અધ્યક્ષ સૌરભ ગાંગુલીએ આ ટેસ્ટને આયોજિત કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. ગાંગુલી ઓપનિંગ સેરેમનીમાં ખૂબ એક્ટિવ જોવા મળ્યા હતા.