પહેલી વન-ડેમાં ભારતે ઝિમ્બાબ્વેને 10-વિકેટથી હરાવ્યું

હરારેઃ કે.એલ. રાહુલના નેતૃત્ત્વ હેઠળની ભારતીય ક્રિકેટ ટીમે આજે અહીં ઝિમ્બાબ્વેને પહેલી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં 10-વિકેટથી હરાવીને 3-મેચની સીરિઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે.

રાહુલે ટોસ જીતી ઝિમ્બાબ્વેને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. ગૃહ ટીમે 40.3 ઓવરમાં 189 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ફાસ્ટ બોલર દીપક ચાહરે 27 રનમાં 3 વિકેટ લીધી હતી. તેના જવાબમાં, ભારતીય ટીમે એકેય વિકેટ ગુમાવ્યા વગર 30.5 ઓવરમાં 192 રન કરીને મેચ જીતી લીધી હતી. શિખર ધવન 113 બોલમાં 81 રન અને શુભમન ગિલ 72 બોલમાં 82 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. ચાહરને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. બીજી મેચ 20 ઓગસ્ટે અને ત્રીજી મેચ 22 ઓગસ્ટે રમાશે.