ઋષિકેશ કાનિટકર નિમાયા ભારતીય મહિલા ટીમના બેટિંગ-કોચ

મુંબઈઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે દેશની મહિલા ટીમના નવા બેટિંગ કોચ તરીકે ભૂતપૂર્વ ખેલાડી ઋષિકેશ કાનિટકરની નિમણૂક કરી છે. ટીમના ભૂતપૂર્વ હેડ કોચ રમેશ પોવારને નેશનલ ક્રિકેટ એકેડેમીમાં સ્પિન બોલિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

48 વર્ષીય કાનિટકર ભારત વતી બે ટેસ્ટ અને 34 વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમ્યા હતા. પ્રથમ વર્ગની ક્રિકેટ મેચોમાં તેઓ 10,000થી વધારે રન કરી ચૂક્યા છે. તેઓ ગયા મહિને ન્યૂઝીલેન્ડના પ્રવાસે ગયેલી ભારતીય પુરુષ ટીમના વીવીએસ લક્ષ્મણના માર્ગદર્શન હેઠળના કોચિંગ સ્ટાફનો હિસ્સો હતા. આ વર્ષે આઈસીસી અન્ડર-19 મેન્સ વર્લ્ડ કપ જીતનાર ભારતની અન્ડર-19 ટીમના તેઓ કોચ હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]