પંડ્યાનું નામ અગાઉ અનેક હસીનાઓ સાથે જોડાઈ ચૂક્યું છે

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર બેટ્સમેન હાર્દિક પંડ્યાએ ખૂબ મહેનત કરીને ટીમમાં પોતાની એક ખાસ જગ્યા બનાવી છે. હાર્દિક પંડયા ક્રિકેટની સાથે પોતાની પર્સનલ લાઈફને લઈને પણ વિવાદોમાં રહે છે. પંડ્યા હવે સર્બિયાની મોડલ-અભિનેત્રી નતાશા સ્ટેન્કોવિચ સાથે રિલેશનશિપમાં છે અને બંન્નેએ પ્રેગ્નેન્સીની જાણકારી પણ આપી દીધી છે. નતાશા પહેલા પણ હાર્દિક પંડ્યાનું નામ કેટલીક છોકરીઓ સાથે જોડાઈ ચૂક્યું હતું. તો આવો જાણીએ આ મામલે વિશેષ જાણકારી. હાર્દિક પંડ્યાના સંબંધો કોલકાતાની મોડેલ લિશા શર્મા સાથે પણ રહ્યા છે. બંન્નેના કેટલાય ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. હાર્દિકે પણ કહ્યું હતું કે, હું કોઈને ડેટ કરી રહ્યો નથી. પરંતુ બન્ને જણ રિલેશનશિપમાં હતા તેવા સમાચારો સામે આવ્યા હતા.

પંડ્યા અને બોલીવુડ એક્ટ્રેસ પરિણીતી ચોપરાના સંબંધો વિશે પણ સોશિયલ મીડિયામાં ચમક્યા હતા, પરંતુ બન્નેએ એમના અફેરની વાતોને નકારી હતી.

હાર્દિક અને એક્ટ્રેસ એલી એવરામના સંબંધો પણ ખૂબ ચર્ચામાં રહ્યા હતા. બન્ને ઘણીવાર સાથે દેખાયા હતા. આટલું જ નહી પરંતુ બન્ને કેટલીક એડમાં પણ સાથે કામ કરી ચૂક્યા છે. બાદમાં બન્ને એકબીજાને ખૂબ મળતા હતા અને ત્યારથી જ હાર્દિક અને એલીનું નામ જોડાયું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર, જાણીતી એક્ટ્રેસ શિબાની દાંડેકર સાથે હાર્દિક પંડ્યાનું પણ અફેર રહ્યું હોવાનું કહેવાય છે. મેચ જીતવા પર શિેબાનીએ હાર્દિકને સોશિયલ મીડિયા પર અભિનંદન પણ આપ્યા હતા. ત્યારથી જ બન્નેના સંબંધો ચર્ચામાં આવી ગયા હતા પરંતુ બંનેએ આ સમાચારોને માત્ર એક અફવા ગણાવી હતી.

બોલીવુડ એક્ટ્રેસ ઉર્વશી રાઉતેલા સાથે પણ હાર્દિક કેટલીકવાર સ્પોટ થયો હતો. ઘણીવાર બંને જણ એકસાથે પાર્ટીઓમાં પણ સાથે જોવા મળ્યા હતા. બાદમાં બંને વચ્ચે અફેરના સમાચારો ફેલાયા હતા. પરંતુ ઉર્વશીએ આ સમાચારોને માત્ર એક અફવા જ ગણાવી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]