ફ્રાંસિસ ટિયાફોએ રાફેલ નડાલને US ઓપનમાંથી બહાર કર્યો

ન્યુ યોર્ક: અમેરિકાના ફ્રાંસિસ ટિયાફોએ રાફેલ નડાલનો ગ્રાન્ડ સ્લેમ સ્પર્ધામાં છેલ્લી 22 મેચથી ચાલતો વિજયી રથ અટકાવી દીધો છે. અમેરિકાના ફ્રાન્સિસ ટિયાફોએ રાફેલ નડાલને હરાવીને અમેરિકી ઓપન ટેનિસ ટુર્નામેન્ટની ક્વોર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી છે. નડાલ 17 વર્ષ પછી અમેરિકી ખેલાડીથી હાર્યો છે. આ પહેલાં તેને 2005માં જેમ્સ બ્લેકે રાઉન્ડ 3ની મેચમાં 6-4,4-6,6-3 અને 6-1થી હરાવ્યો હતો.

ટિયાફોને નડાલને 2016 પછી US ઓપનમાંથી જલદી બહાર કરવામાં શાનદાર દેખાવ કર્યો હતો. નડાલ અને સેરેના વિલિયમસનની ગયા સપ્તાહે હાર એ વાતના પુરાવા છે કે હવે એક સુવર્ણ યુગ પૂરો થયો છે. આ વર્ષની US ઓપનમાં 2003 પછી સૌપ્રથમ વાર વિલિયમ્સ, નડાલ, રોજર ફેડરર કે નોવાક જોકોવિચમાં કમસે કમ એક ગ્રાન્ડ સ્લેમની ક્વાર્ટર ફાઇનલમાં પણ નહીં હોય.

નડાલને હરાવ્યા પછી ટિયાફોએ કહ્યું હતું કે મને એવું લાગી રહ્યું હતું, જાણે વિશ્વ ઊબું રહી ગયું હોય. એક મિનિટ માટે મેં કાઈ સાંભળ્યું નહોતું. ટિયાફોની સામે હવે આંદ્રે રુબલેવ હશે.

ટિયાફોએ ચાર વર્ષનો હતો, ત્યારથી ટેનિસ રમવાનું શરૂ કર્યું હતું. તેનાં માતા-પિતા સિયેરા લિયોનમાં સિવિલ વોરને કારમે અમેરિકા આવી ગયા હતા. મહિલા સિંગલ્સમાં પણ અમેરિકાની 18 વર્ષની કોકો ગોફે ઇતિહાસ રચ્યો હતો. કોકો ગોફે US મહિલા સિંગલ્સના રાઉન્ડ-4ની મેચમાં ચીનની શુએઈ ઝાંગને 7-5,7-5થી હરાવી હતી.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]