જૂની તસવીર ફરી પ્રકાશિત કરીને ડિન જોન્સની રિશીને શ્રદ્ધાંજલિ

નવી દિલ્હીઃ બોલીવુડના સદાબહાર અભિનેતા રિશી કપૂરના નિધનથી ભારતીય ક્રિકેટરો તો દુઃખી થયા છે એટલું જ નહીં, પરંતુ એક વિદેશી ક્રિકેટર પણ દુઃખી થયા છે. રિશી કપૂરની આંતરરાષ્ટ્રીય લોકપ્રિયતા અને તેમના ક્રિકેટ પ્રેમ તથા ક્રિકેટરો પ્રત્યે તેમના આદરનો પુરાવો છે. ભારતના ભૂતપૂર્વ અને વર્તમાન ક્રિકેટરો સતત રિશી કપૂરને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે ત્યારે ઓસ્ટ્રેલિયાના એક સમયના દિગ્ગજ બેટ્સમેન અને હવે ટીવી કોમેન્ટેટર ડીન જોન્સે પણ રિશી કપૂરના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. એમણે અગાઉના જ દિવસે અવસાન પામેલા બોલીવૂડના અન્ય અભિનેતા ઈરફાન ખાનને પણ યાદ કર્યા છે. ડીન જોન્સે પોતાના ટ્વિટર પર અકાઉન્ટ પર રિશી કપૂર સાથેનો પોતાનો ફોટો શેર કર્યો છે. ફોટામાં અમિતાભ બચ્ચન અને ક્રિકેટર શ્રીકાંત પણ જોવા મળે છે.

રિશી કપૂરના નિધનની જાણકારી સૌથી પહેલા અમિતાભ બચ્ચને જ ટ્વિટર મારફત આપી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]