કાર્લોસ અલ્કારેઝ US ઓપન જીતી, બન્યો નંબર-1 પ્લેયર

ન્યુ યોર્કઃ  પોતાનો પહેલો ગ્રાન્ડ સ્લેમ રમી રહેલા 19 વર્ષીય કાર્લોસ અલ્કારેઝ અમેરિકી ઓપન ટેનિસ ટુર્નામેન્ટ જીતી લીધી હતી. કાર્લોસે ફાઇનલમાં નોર્વેના કેસ્પર રૂડને 6-2, 2-6, 7-6 અને 6-3થી હરાવીને પહેલો ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ પોતાને નામ કર્યો હતો. આ પહેલાં તેણે સેમી ફાઇનલમાં  રશિયાના કરેન ખાચાનોવને હરાવ્યો હતો. 19 વર્ષની ઉંમરે US ઓપન જીતનાર કાર્લોસ અલ્કારેઝ બીજો ખેલાડી બન્યો છે. એ પહેલાં 1990માં પૈટ સામ્પ્રાસે આ ટ્રોફી જીતી હતી. અલ્કારેઝ વર્ષ 1971 પછી ATP ટેન્કિંગમાં નંબર-એક રેન્ક હાંસલ કરનાર સૌથી નાની વયનો ખેલાડી બની ગયો છે.

US ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં સૌપ્રથમ વાર જીત હાંસલ કરનાર કાર્લોસે કહ્યું હતું કે આ કંઈક એવું છે, જેનું સપનું મેં નાનપણમાં જોયું હતું. મેં નાનપણથી જોયેલું સપનું આજે સાકાર થયું છે, એ વાસ્તવમાં મુશ્કેલ હતું. કાર્લોસ સોમવારે નંબર ચારથી ત્રણ રેન્કિંગ પર પહોંચી ગયો છે. તેણે પહેલેથી ઘણું ધ્યાન આકર્ષિત કર્યું છે, કેમ કે તેને ભવિષ્યનો રાફેલ નડાલ, નોવાક જોકોવિચ અને રોજર ફેડરર જેવો માનવામાં આવે છે.

કાર્લોસ અલ્કારેઝ ગાર્ફિયા એક સ્પેનિશ પ્રોફેશનલ્સ ટેનિસ ખેલાડી છે. તેને એસોસિયેશન ઓફ ટેનિસ પ્રોફેશનલ્સે વિશ્વનો નંબર એક સિંગલ ખેલાડી તરીકે સ્થાન આપ્યું છે. અલ્કારેઝ અત્યાર સુધી પોતાને નામે ATP ટુર સિંગલ ટ્રોફી જીતી છે, જેમાં 2022 US ઓપન અને બે માસ્ટર્સ 1000 ટ્રોફી સામેલ છે.