કોલકાતાઃ હાલની 15મી આઈપીએલ સ્પર્ધામાં લગભગ આઠ ટીમના અનેક દિગ્ગજ ખેલાડીઓ ઈજાને કારણે ટીમની બહાર થયા છે. અમુક ખેલાડીઓએ ખરાબ ફોર્મને કારણે એમના ચાહકોને નિરાશ કર્યા છે. આમાંનો એક છે કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમનો ઓલરાઉન્ડર આન્દ્રે રસેલ. એ અત્યાર સુધીમાં જરાય સારું ફોર્મ બતાવી શક્યો ન હોવાથી એને ટીમમાંથી બહાર કરવાની માગણી થઈ રહ્યાનો અહેવાલ છે.
અત્યાર સુધીમાં કેકેઆર ટીમ પાંચ મેચ રમી ચૂકી છે. એમાં રસેલનું બેટ ચાલ્યું નથી. અનેક વાર એ બેટિંગમાં ડબલ ફિગરમાં પહોંચવામાં પણ નિષ્ફળ ગયો છે.
જોકે ટીમના કેપ્ટન ઓઈન મોર્ગને સ્પષ્ટતા કરી દીધી છે કે રસેલ ખરાબ ફોર્મમાં હોવા છતાં અમે એને ટીમમાંથી દૂર કરવાનો વિચાર પણ કરતા નથી. સારો દેખાવ કરવા માટે એને હજી તક આપવામાં આવશે. કેકેઆર ટીમ હાલ કોઈ પણ કેરિબિયન ખેલાડી પર નિર્ભર નથી, પરંતુ રસેલ આઈપીએલ-2023ની બહાર થાય એવી કોઈ પરિસ્થિતિ ઊભી થઈ નથી. કોઈ પણ ખેલાડી એનું ફોર્મ પાછું મેળવી શકતો હોય છે.