સંભલમાં તપાસ દરમ્યાન મળ્યું શિવ મંદિર

નવી દિલ્હીઃ સંભલના નખાસા વિસ્તારમાં વીજ વિભાગ અને વહીવટી ટીમ શનિવારે વીજચોરીના મામલે તપાસ કરી હતી, ત્યારે નખાસા પોલીસ સ્ટેશન વિસ્તારના મોહલ્લા ખગ્ગુસરાયમાં 46 વર્ષથી બંધ પડેલું ભગવાન શિવનું મંદિર મળ્યું છે. આ મંદિરને વહીવટી તંત્રએ ફરીથી ખોલી દીધું છે.

એક સ્થાનિક રહેવાસીએ કહ્યું હતું કે આ મંદિર 1978 પછીથી બંધ હતું. મંદિર મળ્યા પછી પોલીસે શિવલિંગની સફાઈ કરી હતી. આ મંદિર SP સાંસદ જિયા ઉર રહેમાન બર્કના ઘરથી થોડાક અંતરે સ્થિત છે.

છેલ્લા ઘણા દિવસોથી સંભલનો માહોલ તનાવપૂર્વ છે. થોડા દિવસ પહેલાં જ્યારે કોર્ટના આદેશ પર એક ટીમ સર્વે કરવા માટે ત્યાં પહોંચી હતી તો એના વિરોધમાં હિંસા થઈ હતી અને એ હિંસામાં ચાર લોકોનાં મોત થયાં હતાં. નગર હિન્દુ સભાના સંરક્ષક વિષ્ણુ શરણ રસ્તોગીએ કહ્યું હતું કે અમે ખગ્ગુસરાય વિસ્તારમાં રહીએ છીએ. અમારું ઘર એ વિસ્તારમાં જ છે. 1978 પછી અમે ઘર વેચી દીધું હતું અને જગ્યા ખાલી કરી દીદી હતી. એ ભગવાન શિવનું મંદિર છે. અમે એ વિસ્તાર છોડી દીધો હતો અને અમે એ મંદિરની દેખરેખ ના કરી શક્યા.એ જગ્યાએ કોઈ જારી નથી રહેતા. 15-20 પરિવાર એ વિસ્તારને છોડીન જતા રહ્યા છે. અમે મંદિરને બંધ કરી દીધું હતું, કેમ કે પૂજારી અહીં નહોતા રહી શકતા. પૂજારી અહીં રહેવાની હિંમત નહોતા કરી શકતા.

આ મંદિરમાં હનુમાન, શિવલિંગ, નંદી અને કાર્તિકની મૂર્તિઓ પણ મળી છે. આ વિસ્તારમાં અતિક્રમણને કારણે મંદિર પર કબજો થયો હતો.  મંદિરના દરવાજા ખૂલતા જ લોકોએ જય શ્રીરામ અને જય હનુમાનના નારા લગાવ્યા હતા. મંદિર ખૂલવા પર હિન્દુ સમુદાયના લોકોએ ખુશી વ્યક્ત કરી હતી.