મુંબઈ:’અગ્નિ’નું ટ્રેલર સોશિયલ મીડિયા પર રિલીઝ થઈ ગયું છે. 2 મિનિટ 43 સેકન્ડના ટ્રેલરમાં ફાયર બ્રિગેડના કર્મચારીઓના સંઘર્ષની કહાણીને અલગ રીતે દર્શકો સમક્ષ રજૂ કરવામાં આવી છે. પ્રતિક ગાંધી આ ફિલ્મમાં ફાયર બ્રિગેડ કર્મચારીની ભૂમિકામાં જોવા મળશે. તે જ સમયે મિર્ઝાપુરની ‘મુન્ના ભૈયા’ એટલે કે દિવ્યેન્દુ પોલીસ ઓફિસરની ભૂમિકામાં જોવા મળશે.
ફાયર બ્રિગેડની ટીમે હિંમત બતાવી
ટ્રેલરની શરૂઆતમાં જોવા મળે છે કે બાળકોને પૂછવામાં આવે છે કે જ્યારે આગ લાગે છે ત્યારેઆપણે કોને બોલાવીએ છીએ? બાળકો કહે છે ભગવાનને. પછી પૂછવામાં આવે છે કે ધરતી પર કોને બોલાવીએ છીએ? તો બાળકો જવાબમાં કહે છે ફાયર બ્રિગેડને. ફિલ્મના ટ્રેલરમાં ફાયર બ્રિગેડ કર્મચારીઓના જીવનની વાર્તા કહેવામાં આવી રહી છે, જેમાં પ્રતીક ગાંધી મહત્વની ભૂમિકામાં છે.
ટ્રેલરની કહાની આવી કઈંક છે
ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે એક પોલીસકર્મી અને ફાયર બ્રિગેડનો કર્મચારી મિત્રો છે. જો કે, મિત્રતા કામના માર્ગમાં આવતી નથી. ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે બિલ્ડિંગમાં આગ લાગી છે, જેને બુઝાવવા માટે ફાયર બ્રિગેડની ટીમ પહોંચી છે. આમાં તાપમાન એક હજાર ડિગ્રી સુધી પહોંચી જાય છે. બિલ્ડિંગ એટલી નજીક છે કે ફાયર બ્રિગેડનું વાહન પણ ત્યાં પહોંચી શકતું નથી. આગ સતત વધી રહી છે અને અરાજકતાનું વાતાવરણ છે. આગની આ ઘટનાની તપાસ પ્રતીક ગાંધીના પાત્રને સોંપવામાં આવી છે, જ્યાં સરકારની આળસ અને કાર્યશૈલી દેખાઈ રહી છે. આ વાર્તા ફાયર બ્રિગેડ સ્ટાફની ધીરજ અને હિંમત દર્શાવે છે. ટ્રેલરમાં ઘણા દમદાર ડાયલોગ્સ છે. તેમાંથી એક છે,’યે નેતા અભિનેતા કે નામ કા ચૌક બનાતે હૈ. તેરા બેટા પૂછતા હૈ ક્યા તેરે કો’
View this post on Instagram
ફિલ્મના VFX અદ્ભુત છે. ઇમારતોમાં લાગેલી આગમાં સામેલ તમામ VFX એકદમ વાસ્તવિક લાગે છે. આવા VFX હિન્દી ફિલ્મોમાં ભાગ્યે જ જોવા મળે છે. જ્યાં સામાજિક જવાબદારી અને ચિંતા ફિલ્મમાં બતાવવામાં આવે છે. તે જ સમયે, ટ્રેલર જોઈને લાગે છે કે આ ફિલ્મ બે પરિવારોની પરિસ્થિતિ વિશે પણ જણાવશે, જેઓ તેમના કામ અને પરિવારની પરિસ્થિતિને લઈને પણ ચિંતિત છે. ફિલ્મમાં વહીવટીતંત્ર પર કેટલાક વ્યંગ પણ કરવામાં આવ્યા છે.
આ ફિલ્મ 6 ડિસેમ્બરે OTT પર રિલીઝ થવાની છે. ફિલ્મમાં સૈયામી ખેર, સાઈ તામ્હંકર, દિવ્યેન્દુની સાથે પ્રતીક ગાંધી, જિતેન્દ્ર જોશી, ઉદિત અરોરા અને કબીર શાહ જેવા સ્ટાર્સ જોવા મળશે. આ ફિલ્મ એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થશે.