RSSના વડા મોહન ભાગવતના અમેરિકાના પ્રવાસ દરમિયાન તેમની ન્યૂ યોર્કના 26 સેકન્ડ એવન્યુની મુલાકાત ચર્ચામાં રહી.આ તે સ્થળ છે જ્યાં સ્વામી પ્રભુપાદે પ્રથમ ઇસ્કોન મંદિરની સ્થાપના કરી હતી. મોહન ભાગવતે જરૂરિયાતમંદ અને બેઘર લોકો માટે ભોજન વિતરણ કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતના અમેરિકાના ન્યૂયોર્કમાં પ્રસ્તાવિત કાર્યક્રમ અંગે વિવાદ ઉભો થયો છે. આ દરમિયાન મોહન ભાગવતે શુક્રવારે ન્યૂયોર્કના 26 સેકન્ડ એવન્યુની મુલાકાત લીધી, જ્યાં સ્વામી પ્રભુપાદે પ્રથમ ઇસ્કોન મંદિરની સ્થાપના કરી હતી. તેમની મુલાકાત દરમિયાન ભાગવતે શહેરના બેઘર લોકોને મદદ કરવા માટે એક ખાદ્ય વિતરણ અભિયાનમાં પણ ભાગ લીધો હતો. ઇસ્કોનની સ્થાપનાની 60મી વર્ષગાંઠ નિમિત્તે ન્યૂયોર્કના 26 સેકન્ડ એવન્યુ ખાતે આ ઉજવણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
મોહન ભાગવતની અમેરિકા મુલાકાત અંગે, વિશ્વ હિન્દુ પરિષદ ઓફ અમેરિકાના પ્રમુખ તેજલ શાહે કહ્યું,આ એક એવો કાર્યક્રમ છે જે બહુલતા, વિવિધતામાં એકતા અને સમગ્ર સમુદાયના ભેગા થવાનો સંદેશ આપે છે. અમે ફક્ત રક્ષાબંધનનો તહેવાર જ ઉજવી રહ્યા નથી, પરંતુ સમુદાયના દરેક સભ્ય એકબીજા સાથે કેવી રીતે સંબંધ બાંધી શકે છે તે પણ દર્શાવી રહ્યા છીએ.
લોસ એન્જલસમાં RSS વડા મોહન ભાગવત સાથે ખુલ્લા સંવાદની શક્યતા અંગે, યુએસ કમિશન ઓન ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમના કમિશનર ડૉ. આસિફ મહમૂદે કહ્યું, જો આવી તક મળે તો હું ચોક્કસપણે તેમની સાથે બેસીને વાતચીત કરવા તૈયાર છું. જો તે ગોઠવી શકાય, તો અમે તેમની સાથે બેસીને વાતચીત કરવા અને વધુ જાગૃતિ લાવવામાં ખુશ થઈશું.
તેમણે વધુમાં કહ્યું, તેઓ કેટલીક ખાતરીઓ અને ગેરંટીઓ આપી શકે છે જે આપણા વિચારને બદલી શકે છે. અમારું લક્ષ્ય તેમની સાથે બેસીને વાત કરવાનું છે.આસિફ મહમૂદે ઉમેર્યું, મને એક દેશ તરીકે ભારત પ્રત્યે આદર છે, પરંતુ અમારી જાણકારી મુજબ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જેવા સંગઠનો નફરત ભડકાવી રહ્યા છે અને ધાર્મિક સ્વતંત્રતા તેમજ મૂળભૂત માનવ અધિકારોનું ઉલ્લંઘન કરી રહ્યા છે.




