સુશાંત સિંહ કેસમાં ક્લીનચીટ મળ્યા બાદ રિયાની પહેલી પોસ્ટ

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં રિયા ચક્રવર્તીનું નામ બહુ ચર્ચામાં આવ્યું હતું. રિયા અને તેના ભાઈ શૌવિક ચક્રવર્તી પર ઘણા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. દિવંગત અભિનેતા સુશાંતના ચાહકોએ રિયા અને તેના પરિવારને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કર્યા. જોકે, ઘણા વર્ષો પછી તાજેતરમાં સીબીઆઈએ આ કેસમાં રિયાને ક્લીનચીટ આપી છે. આ પછી રિયાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની પહેલી પોસ્ટ શેર કરી છે.

જીવનની નવેસરથી શરૂઆત
રિયા ચક્રવર્તીએ તેની તાજેતરની સોશિયલ મીડિયા પોસ્ટમાં ખૂબ જ ભાવનાત્મક સંદેશ લખ્યો છે. તેણીએ તેના ભાઈ સાથે એક સુંદર તસવીર શેર કરી છે. રિયાનો આ ફોટો અને કેપ્શન જોઈને અંદાજ લગાવી શકાય છે કે આ કેસમાં ક્લીનચીટ મળ્યા પછી તે કેટલી રાહત અનુભવી રહી છે અને પોતાનું જીવન નવેસરથી શરૂ કરવા માટે કેટલી તૈયાર છે.

નેટીઝન્સે શુભેચ્છાઓ પાઠવી
રિયાએ લખ્યું છે, ‘બેબી બ્રધર્સ, પ્રકરણ 2 હવે શરૂ થાય છે’. આ સાથે, તેણે રેડ હાર્ટ ઇમોજી મુક્યું છે. તેણે પોસ્ટમાં તેના ભાઈ શોવિકને ટેગ કર્યો છે. રિયા અને શોવિકની આ તસવીર પર નેટીઝન્સ પ્રેમનો વરસાદ કરી રહ્યા છે. અમે તેમની કારકિર્દી અને જીવનમાં સફળતા માટે પ્રાર્થના કરીએ છીએ. એક યુઝરે લખ્યું ‘તમને બંનેને પ્રેમ, પ્રકાશ અને ઘણી શક્તિ.’ બીજા એક યુઝરે લખ્યું, ‘તમે બંને ભાઈ-બહેન એકબીજા માટે હિંમત છો. આ પ્રેમ આવો જ રહે. પ્રકરણ 2 ઉત્તમ રહે.’

 

View this post on Instagram

 

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty)

સુશાંત સિંહ રાજપૂતને ડ્રગ્સ આપવાનો આરોપ હતો
રિયા ચક્રવર્તી અને સુશાંત સિંહ રાજપૂત રિલેશનશિપમાં હતા. સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ રિયા ચક્રવર્તીની વર્ષ 2020 માં ધરપકડ કરવામાં આવી હતી. તેમનો મીડિયા ટ્રાયલ થયો. તેણી પર સુશાંત સિંહ રાજપૂતને ડ્રગ્સ આપવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે 14 જૂન, 2020 ના રોજ, સુશાંત સિંહ રાજપૂત તેના બાંદ્રા ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) ના ક્લોઝર રિપોર્ટમાં સુશાંતના મૃત્યુનું સાચું કારણ આત્મહત્યા હોવાનું જણાવાયું છે.