નવી દિલ્હીઃ દેશમાં નવેમ્બરમાં રિટેલ મોંઘવારી 0.71 ટકાની ગતિએ વધી છે. જ્યારે એક મહિના પહેલાં એટલે કે ઓક્ટોબરમાં રિટેલ ફુગાવે માત્ર 0.25 ટકાના રેકોર્ડ નીચલા સ્તર પર પહોંચ્યો હતો. સરકારે તેની પાછળનું કારણ GST દરોમાં થયેલી કપાતને ગણાવ્યું હતું. નોંધનીય છે કે 22 સપ્ટેમ્બરથી GSTના નવા દરો લાગુ થયા બાદ ઓક્ટોબર પહેલો મહિનો હતો, જ્યારે આ કપાતની સીધી અસર જોવા મળી હતી.
નવેમ્બરમાં અનિયમિત વરસાદ અને ઓક્ટોબરના બેઝ ઇફેક્ટને કારણે પહેલેથી જ અંદાજ લગાવવામાં આવ્યો હતો કે નવેમ્બરમાં રિટેલ ઇન્ફ્લેશન વધે તેવી શક્યતા છે.
મોંઘવારી અંગે શું છે અંદાજ?
રેટિંગ એજન્સી ઇકરા(ICRA)એ નવેમ્બરમાં CPI ઇન્ફ્લેશન 1 ટકાથી ઉપર જવાની ધારણા વ્યક્ત કરી હતી. ઇકરાએ આવનારા નાણાકીય વર્ષ 2027ની પ્રથમ ત્રિમાસિક ગાળામાં ઇન્ફ્લેશન 4 ટકા સુધી પહોંચી શકે તેવી સંભાવના વ્યક્ત કરી હતી.RBIએ ખાદ્ય પદાર્થોના ભાવમાં ચાલતી ઘટાડાને ધ્યાનમાં રાખીને નાણાકીય વર્ષ 2026 માટે મોંઘવારીના અંદાજમાં ઘટાડો કર્યો છે.
ફૂડ ઇન્ફ્લેશનની સ્થિતિ
નવેમ્બરમાં ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર ફૂડ પ્રાઇસ ઈન્ડેક્સ વર્ષ 2024ના નવેમ્બરની સરખામણીમાં -3.91 ટકા રહ્યો, જે ઓક્ટોબરમાં પણ -3.91 ટકા હતો.
શહેરોમાં નવેમ્બરમાં ફૂડ ઇન્ફ્લેશન -3.60 ટકા
ગામોમાં નવેમ્બરમાં -4.05 ટકા
જ્યારે ઓક્ટોબરમાં શહેરોમાં -5.18 ટકા અને ગામોમાં -4.85 ટકા હતો. નવેમ્બરમાં ફૂડ ઇન્ફ્લેશનમાં તેજીનું કારણ—શાકભાજી, ઇંડા, માંસ અને માછલી, મસાલા, તેલ અને વીજળીના વધતા ભાવ હતા.
ગ્રામ્ય અને શહેરી મોંઘવારી
રુરલ ઇન્ફ્લેશન
ઓક્ટોબર, 2025માં -0.25 ટકા
નવેમ્બરમાં વધીને 0.10 ટકા
અર્બન ઇન્ફ્લેશન
ઓક્ટોબરમાં 0.88 ટકા
નવેમ્બરમાં વધીને 1.40 ટકા
હાઉસિંગ ઇન્ફ્લેશન
નવેમ્બરમાં હાઉસિંગ ઇન્ફ્લેશન થોડો ઘટીને 2.96 ટકાથી 2.95 ટકાએ આવ્યો. હાઉસિંગ ઇન્ડેક્સ માત્ર શહેરી વિસ્તારો માટે છે.
એજ્યુકેશન ઇન્ફ્લેશન
3.54 ટકાથી ઘટીને 3.38 ટકા
હેલ્થ ઇન્ફ્લેશન (શહેર + ગામ)
3.81 ટકાથી ઘટીને 3.60 ટકા
ટ્રાન્સપોર્ટ અને કોમ્યુનિકેશન
0.94 ટકાથી ઘટીને 0.88 ટકા
તેલ અને વીજળીનો ઇન્ફ્લેશન
1.98 ટકાથી વધીને 2.32 ટકા




