મુંબઈ: રવિવારે રવીના ટંડનનું નામ એક વિવાદને કારણે ચર્ચામાં આવ્યું હતું. અભિનેત્રી પર તેના ડ્રાઈવર સાથે એક વૃદ્ધ મહિલા અને તેના પરિવાર પર મારપીટ કરવાનો આરોપ હતો, જેના પછી કેટલાક ગુસ્સે થયેલા લોકોએ તેમને ઘેરી લીધા હતા.
કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના બાંદ્રાના રિઝવી લો કોલેજ પાસે બની હતી. પીડિતા મોહમ્મદે આરોપ લગાવ્યો હતો કે રવીના ટંડને નશાની હાલતમાં તેની માતા પર હુમલો કર્યો હતો. તેણે તેમની કાર પણ તેમના પર ચડાવી દીધી હતી. જ્યારે તેણે વિરોધ કર્યો તો તેને માર મારવામાં આવ્યો. બાદમાં પીડિતાના પરિવારે ખાર પોલીસ સ્ટેશનમાં તેની (રવીના ટંડન) વિરુદ્ધ FIR નોંધાવી હતી. હવે આ અંગે મુંબઈ પોલીસનું નિવેદન સામે આવ્યું છે.
મુંબઈ પોલીસે પુષ્ટિ કરી છે કે કેટલાક લોકોએ રવીના ટંડન અને તેના ડ્રાઈવર વિરુદ્ધ મારપીટનો કેસ દાખલ કર્યો હતો. CCTV જોયા પછી સત્ય સામે આવ્યું છે. મુંબઈ પોલીસે કહ્યું હતું કે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી અને ન તો રવીના ટંડન નશામાં હતી.
मुंबई में जबरन रवीना टंडन पे टूट पड़े कि महिला को गाडी से टक्कर मारी, पर ये सही नही है, वहा लगा सीसीटीवी में तो कही नही दिख रहा है कि टक्कर मारी है😇#Raveenatandon #mumbai pic.twitter.com/eB5rPleoTw
— Ritika (@riti080) June 2, 2024
મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે,”અમે સોસાયટીના સમગ્ર સીસીટીવી ફૂટેજ તપાસ્યા છે અને જાણવા મળ્યું છે કે અભિનેત્રી (રવીના ટંડન)નો ડ્રાઈવર રોડ પરથી કારને સોસાયટીમાં રિવર્સ કરી પાર્ક કરી રહ્યો હતો જ્યારે પરિવાર એ જ લેન ક્રોસ કરી રહ્યો હતો. પરિવારને લાગ્યું કે ગાડી તેઓની સાથે અથડાશે.આ કારણે બંને પક્ષ વચ્ચે ઝઘડો થયો.”
પોલીસ અધિકારીએ વધુમાં કહ્યું કે,ઝઘડો મોટી દલીલમાં બદલાયો અને મોટુ સ્વરૂપ લીધું એટલે રવીના આ મામલાની તપાસ કરવા વચ્ચે પડી. જ્યારે તેણે ડ્રાઈવરને ટોળાથી બચાવવાનો પ્રયાસ કર્યો તો ટોળાએ તેની સાથે દુર્વ્યવહાર શરૂ કર્યો. ઘટના બાદ તરત જ રવીના અને તેના પરિવારજનો ખાર પોલીસ સ્ટેશન ગયા અને લેખિત ફરિયાદ કરી. જોકે,અભિનેત્રીએ બાદમાં એફઆઈઆર નોંધાવી ન હતી. અધિકારીએ કહ્યું કે રવીના નશામાં ન હતી કે તેની કારે કોઈને ટક્કર મારી ન હતી. આ ઘટનામાં કોઈને પણ ઈજા થઈ નથી.
આ મામલે અભિનેત્રીથી રાજકારણી બનેલી કંગના રનૌત રવીના ટંડનના સપોર્ટમાં આવી છે. 37 વર્ષીય કંગનાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું કે,’રવીના ટંડન જી સાથે જે પણ થયું તે ખૂબ જ ચિંતાજનક છે. જો તે જૂથમાં 5-6 વધુ લોકો હોત તો માર મારીને તેણીની હત્યા કરી નાખત. અમે આવી રોડ રેજની ઘટનાઓને વખોડીએ છીએ. એવા લોકોને ઠપકો આપવો જોઈએ. તેઓએ આવી હિંસા અને દુર્વ્યવહાર સહન ન કરવો જોઈએ.’