રાજસ્થાનના જેસલમેરથી મોટા સમાચાર આવી રહ્યા છે. ભારતીય વાયુસેનાનું વિમાન જેસલમેરમાં ક્રેશ થયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના રણ વિસ્તારમાં બની હતી. હાલમાં, વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે. ભારતીય વાયુસેનાનું લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) તેજસ આજે જેસલમેર નજીક ઓપરેશનલ ટ્રેનિંગ ફ્લાઇટ દરમિયાન ક્રેશ થયું હતું. સદનસીબે પાયલોટ સુરક્ષિત બહાર આવી ગયો હતો. અકસ્માતનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઈન્કવાયરીનો આદેશ આપવામાં આવ્યો છે.
STORY | Tejas aircraft crashes near Jaisalmer
READ: https://t.co/HjceiJIPVi pic.twitter.com/zThaUkrhe2
— Press Trust of India (@PTI_News) March 12, 2024
PM મોદીનો કાર્યક્રમ 100 કિમી દૂર
તમને જણાવી દઈએ કે જેસલમેરથી લગભગ 100 કિલોમીટર દૂર પોખરણમાં કવાયત ચાલી રહી છે. આ કવાયતને ‘ભારત શક્તિ’ નામ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પીએમ મોદીએ પણ ભાગ લીધો હતો.