BPSC પેપર લીક મુદ્દે રાહુલ ગાંધી આકરાપાણીએ

13 ડિસેમ્બરના રોજ બિહાર પબ્લિક સર્વિસ કમિશન (BPSC) દ્વારા આયોજિત સંયુક્ત પ્રારંભિક પરીક્ષાને રદ કરવાની માંગ કરતા વિરોધીઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. આ અંગે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એનડીએ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે તે પોતાની નિષ્ફળતા છુપાવવા યુવાનો પર લાઠીચાર્જ કરી રહી છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેનું તાજેતરનું ઉદાહરણ બિહાર છે. BPSC ઉમેદવારો પેપર લીક સામે અવાજ ઉઠાવી રહ્યા છે અને પરીક્ષા રદ કરવાની માંગ કરી રહ્યા છે. પરંતુ પોતાની નિષ્ફળતા છુપાવવા માટે એનડીએ સરકાર વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરી રહી છે. આ અત્યંત શરમજનક અને નિંદનીય છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમતને સાંખી લેવામાં આવશે નહીં. અમે તેમની સાથે છીએ અને તેમને ન્યાય અપાવવા માટે લડત આપીશું.

આરજેડી નેતા તેજસ્વી યાદવ, કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી અને સ્વતંત્ર સાંસદ પપ્પુ યાદવ સહિત વિપક્ષી નેતાઓએ પણ પોલીસ કાર્યવાહીની નિંદા કરી છે. આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદે કહ્યું કે પોલીસે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ ન કરવો જોઈતો હતો. જે કરવામાં આવ્યું તે ખોટું હતું. લાલુએ કહ્યું, “આવું નહોતું કરવું જોઈતું હતું. તે ખોટું છે. કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ ગુરુવારે પટનામાં નોકરી શોધનારાઓ સામે પોલીસ કાર્યવાહી અંગે ભારતીય જનતા પાર્ટી (બીજેપી) ની ટીકા કરી હતી, અને કહ્યું હતું કે શાસક પક્ષનો એકમાત્ર ઉદ્દેશ્ય તેની ખુરશી બચાવવાનો છે અને રોજગાર શોધનારા કોઈપણને દબાવવામાં આવે છે.