કટરામાં વૈષ્ણો દેવી રોપ વે પ્રોજેક્ટનો ઉગ્ર વિરોધ

જમ્મુ-કાશ્મીર: વૈષ્ણો દેવી મંદિર તરફ જતા પ્રસ્તાવિત રોપ-વે પ્રોજેક્ટ સામે સ્થાનિક લોકોનો વિરોધ અટકી રહ્યો નથી. સોમવારે લગભગ 2 હજાર લોકોએ પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો. આ દરમિયાન પોલીસ પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો.

 

22 નવેમ્બરથી શરૂ થયેલા આ વિરોધનો સોમવાર ચોથો દિવસ છે. છેલ્લા ત્રણ દિવસથી સતત આ પ્રદર્શન ચાલી રહ્યું છે. આજે ચોથા દિવસે કોંગ્રેસના નેતા ભૂપેન્દ્ર સિંહ પણ વિરોધીઓ સાથે હાજર રહ્યા હતા. તમને જણાવી દઈએ કે ભૂપેન્દ્ર છેલ્લા કેટલાક વર્ષોથી વૈષ્ણોદેવી ટ્રેક પર કામ કરી રહેલા કામદારોના નેતા પણ છે. સોમવારે પોલીસે વિરોધ કરી રહેલા કાર્યકરોને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેણે પોલીસની વાત સાંભળી ન હતી. જ્યારે પોલીસે તેમને બળ સાથે હટાવવાનો પ્રયાસ કર્યો તો તેઓએ પથ્થરમારો શરૂ કર્યો. પથ્થરમારામાં અનેક પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે.

શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ તારાકોટ માર્ગથી સાંજી છટ વચ્ચે 12 કિલોમીટરના ટ્રેક સાથે રૂ. 250 કરોડના પેસેન્જર રોપવે પ્રોજેક્ટને આગળ વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે. જોકે, આ યોજનાની જાહેરાત બાદ દુકાનદારો, ખચ્ચર અને પાલખીના માલિકોએ વિરોધ શરૂ કર્યો છે. તેની શરૂઆત 22 નવેમ્બરે થઈ હતી. શ્રાઈન બોર્ડે ગયા અઠવાડિયે યાત્રાળુઓ માટે સલામત અને ઝડપી મુસાફરીની સુવિધા માટે લાંબા સમયથી રાહ જોવાતી રોપવે પ્રોજેક્ટના અમલીકરણની જાહેરાત કરી હતી. શ્રાઈન બોર્ડના સીઈઓ અંશુલ ગર્ગના જણાવ્યા અનુસાર રોપવે પ્રોજેક્ટ ગેમ ચેન્જર હશે. ખાસ કરીને તે યાત્રાળુઓ માટે જેમને મંદિરની મુસાફરી પડકારરૂપ લાગે છે.