અરબી સમુદ્રમાંથી વધુ એક વખત ડ્રગ્સ ઝડપાયું છે. રૂ480 કરોડના ડ્રગ્સના જથ્થા સાથે પાંચ પાકિસ્તાનીઓની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા તમામ આરોપીઓને પોરબંદર લાવવામાં આવશે. ગુજરાત ATS, કોસ્ટગાર્ડ અને NCBએ સંયુક્ત ઓપરેશન પાર પાડી દરિયામાંથી ડ્રગ્સનો મસમોટો જથ્થો ઝડપી લીધો છે.
NCBs OP SAGAR-MANTHAN-2 📌
Coordinated Ops by @narcoticsbureau , @IndiaCoastGuard &
Guj ATS Coord
📷62kg High Quality Meth Seized
📷6 Pakistanis arrested
📷Investigation on to bust international cartel
📷 2nd Maritime Op in 15 days@PMOIndia @HMOIndia @BhallaAjay26… pic.twitter.com/m22OYnk0SD— NCB INDIA (@narcoticsbureau) March 12, 2024
480 કરોડની કિંમતનો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો
મળતી માહિતી મુજબ પોરબંદરથી આશરે 380 કિલોમીટર મધદરિયે પાકિસ્તાન સરહદ નજીકથી અગાઉ મળેલી બાતમીના આધારે કોસ્ટગાર્ડ, એટીએસ અને એનસીબીએ એક શંકાસ્પદ બોટ અટકાવી તલાશી લેતા તેમાંથી રૂા. 480 કરોડની કિંમતનો ડ્રગ્સનો જથ્થો મળી આવેલ છે અને આ બોટમાંથી છ પાકિસ્તાની શખ્સો પણ ઝડપાયેલ હોય આ ડ્રગ્સનો જથ્થો પાકિસ્તાનથી આવી રહ્યાની પ્રાથમિક વિગતો મળી રહી છે.
અત્યાર સુધીમાં 3135 કરોડનો ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો
કોસ્ટગાર્ડ, એટીએસ અને નાર્કોટિક્સ ક્ધટ્રોલ બ્યુરોએ જોઈન્ટ ઓપરેશન કરીને અત્યાર સુધીમાં 3135 કરોડનો ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો છે. આજે ઈન્ટલીજન્સના આધારે કોસ્ટગાર્ડ દ્વારા આ ઓપરેશન પાર પાડવા માટે ડોર્નિયર એરક્રાફ્ટની મદદથી મધદરિયે જ પાકિસ્તાની બોટને અટકાવવામાં આવી હતી. ડોર્નિયર એરક્રાફ્ટથી તાજેતરમાં જ વેરાવળ ખાતે પકડાયેલ ડ્રગ્સ બાબતે પણ ઈનપુટ્સ આપવામાં આવ્યા હતાં.