અમદાવાદ: ઑલ ગુજરાત સ્ક્વૉશ રેકેટ્સ એસોસિયેશન (AGSRA) દ્વારા ‘ચિરિપાલ ગુજરાત સ્ટેટ સ્ક્વૉશ ચેમ્પિયનશિપ 2026’ તાજેતરમાં યોજવામાં આવી. ‘ચિરિપાલ સ્ક્વૉશ એક્સિલેન્સ પ્રોગ્રામ’ હેઠળ યોજાયેલી આ ચેમ્પિયનશિપમાં 11 પ્રતિભાશાળી ખેલાડીઓએ સ્ટેટ ચેમ્પિયનનો ખિતાબ પોતાના નામે કર્યો. 1થી 3 ઓગસ્ટ, 2026 દરમિયાન યોજાયેલી આ સ્પર્ધાને સ્ક્વૉશ રેકેટ્સ ફેડરેશન ઑફ ઇન્ડિયા (SRFI)ની માન્યતા પ્રાપ્ત હતી. જેમાં જુનિયર, સીનિયર અને માસ્ટર્સ કેટેગરીના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.
દરેક કેટેગરીના વિજેતા
-
બોઇઝ અંડર-11: અહાન ભટ્ટ
-
ગર્લ્સ અંડર-11: સાયેશા મોદી
-
બોઇઝ અંડર-13: ભવ્યરાજસિંહ જાડેજા
-
ગર્લ્સ અંડર-13: મિરાયા પટેલ
-
બોઇઝ અંડર-15: કિયાન કનાડે
-
બોઇઝ અંડર-17: હેતાંશ કાલરિયા
-
ગર્લ્સ અંડર-17: માન્યા સાવલિયા
-
મેન્સ 35+: અમિત સિંઘવી
-
વિમેન્સ: ધૃતિહ કાંડપાલ
-
મેન્સ 45+: વિરાજ શાહ
-
મેન્સ ઓપન: વેદાંત પટેલ
ચિરિપાલ ગ્રૂપના પ્રમોટર રોનક ચિરિપાલે જણાવ્યું હતું કે, “આ ટુર્નામેન્ટ ગુજરાતમાં સ્ક્વૉશની વધતી લોકપ્રિયતાનું પ્રતિબિંબ છે. પાયાના સ્તરેથી ખેલાડીઓની નવી પેઢી તૈયાર કરવા માટે ‘ચિરિપાલ સ્ક્વૉશ એક્સિલેન્સ’ પોતાના 4C ફ્રેમવર્ક – કોચિઝ, ક્લિનિક્સ, કોમ્પિટિશન્સ અને ચેમ્પિયન્સ દ્વારા સતત કાર્યરત છે.”
AGSRAના સેક્રેટરી ભાનુ પ્રતાપ સિંહ વાલાએ ઉમેર્યું કે, “રાજ્યમાં ખાસ કરીને જુનિયર લેવલે રમતની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થયો છે. 2028ની લોસ એન્જલસ ઓલિમ્પિક્સમાં સ્ક્વૉશનો પ્રથમ વખત સમાવેશ થઈ રહ્યો છે ત્યારે રાજ્યના ખેલાડીઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચ માટે તૈયાર કરવા આ પ્રકારની સુઆયોજિત સ્પર્ધાઓ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.”




