અમદાવાદઃ ધૂત ટ્રાન્સમિશન લિમિટેડના ઇક્વિટી શેરોનો IPO સોમવારે 10 ઓગસ્ટે ખૂલશે. એન્કર ઇન્વેસ્ટર્સ માટે બિડિંગ તારીખ બિડ/ઓફર ખૂલવાની તારીખના શુક્રવાર, 7 ઓગસ્ટે રહેશે. જ્યારે બિડ/ઓફર બંધ થવાની તારીખ બુધવાર, 12 ઓગસ્ટ રહેશે.

આ ઓફર માટે રૂ. બેની ફેસ વેલ્યુ ધરાવતા દરેક ઇક્વિટી શેરની પ્રાઇસ બેન્ડ રૂ. 829થી રૂ. 871 નક્કી કરવામાં આવી છે. રોકાણકારો ઓછામાં ઓછા 17 ઇક્વિટી શેર માટે અને ત્યાર બાદ 17 શેરના ગુણાંકમાં બિડ કરી શકશે. ફ્લોર પ્રાઇસ અને કેપ પ્રાઇસ અનુક્રમે ઇક્વિટી શેરની ફેસ વેલ્યુના 414.50 ગણી અને 435.50 ગણી છે. એમ્પ્લોયી રિઝર્વેશન પોર્શન હેઠળ બિડ કરનારા પાત્ર કર્મચારીઓને દરેક ઇક્વિટી શેરદીઠ રૂ. 80નું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. છેલ્લાં ત્રણ નાણાકીય વર્ષ દરમિયાન નેટવર્થ પર સરેરાશ વેઇટેડ રિટર્ન 27.06 ટકા રહ્યું છે.
New Mainboard IPO
Dhoot Transmission Limited
Date : 10-12 August
Price Band : 829-871
Lot Size : 17Size : 3,066.9 Crore
Fresh – 1,400 Crore
OFS – 1,666.9 CroreFV : 2
Retail : 35%
Employee Quota : 6 Cr
(80/- Discount)M.Cap : 17,816.14 Crore
Peers
Motherson Sumi… pic.twitter.com/1K9ttRCdH4— Tanmay 🇮🇳 (@Tanmay_31_) August 4, 2026
આ ઓફરમાં રૂ. 1400 કરોડ સુધીના નવા ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યુ તેમ જ હાલના કેટલાક શેરધારકો દ્વારા કુલ 1,91,37,602 ઇક્વિટી શેરની ઓફર ફોર સેલનો સમાવેશ થાય છે. તેમાં પ્રમોટર BC Asia Investments XV Limited દ્વારા રૂ. બેની ફેસ વેલ્યુ ધરાવતા 16,018,769 ઇક્વિટી શેર અને મંગલમ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 3,118,833 ઇક્વિટી શેરના વેચાણનો સમાવેશ થાય છે. આ ઓફર સેબી ICDR નિયમનોના નિયમ 31 સાથે SCRRના નિયમ 19(2) (બી) અનુસાર તેમ જ સેબી ICDR નિયમનોના નિયમ 6(1) નું પાલન કરતા બુક બિલ્ડિંગ પ્રક્રિયા દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં નેટ ઓફરના મહત્તમ 50 ટકા હિસ્સાની ફાળવણી ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ (QIBs)ને પ્રમાણસર ધોરણે કરવામાં આવશે

આ ઉપરાંત, નેટ ક્યુઆઈબી હિસ્સાના પાંચ ટકા શેર માત્ર મ્યુચ્યુઅલ ફંડને પ્રમાણસર ધોરણે ફાળવવામાં આવશે આ ઉપરાંત, સેબી ICDR નિયમો મુજબ નેટ ઓફરના ઓછામાં ઓછા 15 ટકા શેર બિન-સંસ્થાકીય રોકાણકારો માટે અને ઓછામાં ઓછા 35 ટકા શેર રિટેલ વ્યક્તિગત રોકાણકારો માટે ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત, એમ્પ્લોયી રિઝર્વેશન હિસ્સા હેઠળ અરજી કરી રહેલા પાત્ર કર્મચારીઓને પ્રમાણસર ધોરણે ઇક્વિટી શેર ફાળવવામાં આવશે. કંપનીના ઇક્વિટી શેર્સને BSE લિ. અને NSE લિ. પર લિસ્ટ કરવાની દરખાસ્ત છે. આ ઓફર માટે NSE નિયુક્ત સ્ટોક એક્સચેન્જ છે. એક્સિસ કેપિટલ લિમિટેડ, જેફ્રીઝ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ, નોમુરા ફાઇનાન્શિયલ એડવાઇઝરી એન્ડ સિક્યોરિટીઝ (ઈન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ, SBI કેપિટલ માર્કેટ્સ લિમિટેડ અને 360 વન ડબ્લ્યુએએમ લિમિટેડ આ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર છે.




