બ્રિટનના એરપોર્ટ પર વિમાન દુર્ઘટના, ટેકઓફ બાદ લાગી આગ

બ્રિટનના સાઉથેન્ડ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડા સમય પછી બીચક્રાફ્ટ B200 નામનું નાનું પેસેન્જર વિમાન અકસ્માતનો ભોગ બન્યું. પ્રારંભિક અહેવાલો અનુસાર, વિમાન નેધરલેન્ડ્સના લેલીસ્ટેડ જઈ રહ્યું હતું, પરંતુ ઉડાન ભર્યા પછી તેમાં આગ લાગી ગઈ, જેના કારણે તે રનવે નજીક ક્રેશ થયું.

 

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, વિમાન અચાનક આગના ગોળામાં ફેરવાઈ ગયું. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા ફોટામાં, વિમાનમાંથી ધુમાડો અને જ્વાળાઓ નીકળતી જોઈ શકાય છે. અકસ્માત સમયે એરપોર્ટ પર હાજર લોકોએ જણાવ્યું હતું કે ટેકઓફ કર્યાની થોડી મિનિટો પછી, વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે તેણે નિયંત્રણ ગુમાવ્યું અને રનવે નજીક જોરદાર ધડાકા સાથે ક્રેશ થયું.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સાઉથેન્ડ એરપોર્ટ પર બીચક્રાફ્ટ વિમાન ઉડાન ભર્યાના લગભગ 40 મિનિટ પછી, સેસ્ના વિમાન પણ રનવે પરથી ઉતર્યા પછી ક્રેશ થયું હતું.