મુંબઈઃ રાજ્યમાં ગયા વર્ષે નાણાકીય છેતરપિંડીના 2,19,047 કેસ નોંધવામાં આવ્યા હતા, જેમાં પીડિતોથી કુલ મળીને રૂ. 38,872.14 કરોડની છેતરપિંડી કરવામાં આવી. આ પ્રકારની છેતરપિંડી મુંબઈમાં સૌથી વધુ કરવામાં આવી હતી, એમ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા શેર કરવામાં આવેલા ડેટામાં જણાવવામાં આવ્યું છે.
રાજ્યમાં મુંબઈમાં છેતરપિંડીના સૌથી વધુ 51,873 કેસ નોંધાયા હતા, જેમાં ઠગોએ પીડિતોને કુલ મળીને રૂ. 12,404.12 કરોડનો ચૂનો લગાડ્યો હતો. ત્યાર બાદ પુણેમાં 22,059 કેસ નોંધાયા હતા અને કુલ મળીને 5122.66 કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી. પુણે જિલ્લામાં 42,802 કેસો નોંધાયા હતા. ગૃહ વિભાગના ડેટા અનુસાર થાણે જિલ્લામાં છેતરપિંડીના 35,388 કેસો નોંધાયા હતા, જેમાં કુલ મળીને 8583.61 કરોડ ઠગી લેવામાં આવ્યા હતા. મીરા-ભાયંદર અને વિરાર વિસ્તામાં 11,754 કેસ ( રૂ. 1431.18 કરોડ), પિંપરી-ચિંચવડમાં 16,116 કેસ (રૂ. 3291.25) કરોડની છેતરપિંડી અને ગ્રામીણ ક્ષેત્રમાં 4628 કેસો (રૂ. 434.35 કરોડની ઠેતરપિંડી) સામેલ છે. નાગપુર શહેરમાં 11875 અને નાગપુર ગ્રામીણમાં 1620 કેસ નોંધવામાં આવ્યા હતા, જેમાં ઠગે પીડિતોને કુલ રૂ. 1491.07 કરોડનો ચૂનો લાગ્યો હતો.
નાસિક જિલ્લા શહેરી ક્ષેત્રમાં 6381 અને ગ્રામીણમાં 2788 કેસ નોંધાયા હતા, જેમાં પીડિતોને રૂ. 1047.32 કરોડ ગુમાવવા પડ્યા હતા. છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં રૂ. 543.61 કરોડની છેતરપિંડી (6090 કેસ), અમરાવતી જિલ્લામાં 223.059 કરોડની છેતરપિંડી (2778 કેસ), સોલાપુર જિલ્લામાં રૂ. 394.54 કરોડ (3457 કેસ), બુલઢાણામાં રૂ. 239.19 કરોડ (1531 કેસ), ચંદ્રપુરમાં રૂ. 175.39 કરોડ (1792 કેસ) અને લાતુરમાં રૂ. 240.45 કરોડ (1624 કેસ)ની છેતરપિંડી આચરવામાં આવી હતી. અધિકારીઓએ લોકોને સતર્ક રહેવા અને નાણાકીય લેવડદેવડ સંબંધિત સંદિગ્ધ માહિતી આપવાની અપીલ કરી છે.