7 મહિનાની ગર્ભવતી ખેલાડીની ઓલિમ્પિકમાં કમાલ, કહાણી કરી દેશે ભાવુક

પેરિસ ઓલિમ્પિક 2024માં ખેલાડીઓ વચ્ચે મેડલ માટે લડાઈ ચાલી રહી છે. આ દરમિયાન ઇજિપ્તના એથ્લેટ્સ દરેક માટે પ્રેરણા બની ગયા છે. 7 મહિનાની ગર્ભવતી નાદા હાફેઝ મહિલા તલવારબાજીમાં જોવા મળ્યા હતા. સગર્ભા હોવા છતાં તેણીએ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લીધો જ નહીં પરંતુ જીત પણ મેળવી. જો કે, નાદા હાફેઝ હવે ઓલિમ્પિકમાંથી બહાર થઈ ગયા છે, પરંતુ તેણે તેની પ્રથમ મેચ જીતી હતી. આ પછી તે છેલ્લા 16માં બહાર થઈ ગયા હતા.

પેરિસ ઓલિમ્પિક 2024માંથી બહાર થયા બાદ તેમણે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું,’મારા ગર્ભમાં એક નાનો ઓલિમ્પિયન ઉછરી રહ્યો છે. મારા બાળક અને મેં અમારા પડકારોનો સામનો કર્યો, પછી તે શારીરિક હોય કે ભાવનાત્મક. ગર્ભાવસ્થા પોતે જ એક મુશ્કેલ પ્રવાસ છે. જો કે, જીવન અને રમતગમત વચ્ચે સંતુલન જાળવવાનો સંઘર્ષ ઘણો મુશ્કેલ હતો. મેં આ પોસ્ટ એ કહેવા માટે લખી છે કે રાઉન્ડ-16માં સ્થાન મેળવ્યા બાદ હું ખૂબ જ ગર્વ અનુભવી રહ્યો છું.’

 

View this post on Instagram

 

A post shared by Nada Hafez (@nada_hafez)

પતિ અને પરિવારનો સહયોગ મળ્યો

તેણે પોતાની પોસ્ટમાં લખ્યું, ‘તમે પોડિયમ પર 2 ખેલાડીઓને જુઓ છો, તેઓ ખરેખર ત્રણ હતા! આ હું છું, મારો હરીફ અને મારું બાળક દુનિયામાં આવી રહ્યું છે!’ નાડા હાફેઝે અમેરિકાની એલિઝાબેથ ટાર્ટાકોવસ્કીને 15-13ના માર્જિનથી હરાવી. ત્યાર બાદની મેચમાંતેણી દક્ષિણ કોરિયાની જીઓન હ્યાંગ સામે 15-7થી હારી ગઈ. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું કે, ‘હું મારા પતિ અને પરિવારના સમર્થનને કારણે જ અહીં સુધી પહોંચી છું. આ ઓલિમ્પિક મારા માટે અલગ છે. મેં 3 વખત ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો, આ વખતે નાના ઓલિમ્પિયન સાથે સ્પર્ધા કરવી ખાસ હતી.’