નવી દિલ્હીઃ સોશિયલ મિડિયા સાઇટ X (ભૂતપૂર્વ ટ્વિટર)ના માલિક એલન મસ્ક ટૂંક સમયમાં નવા યુઝર્સ માટે એક પેડ ટિયર લાવી રહ્યા છે. ત્યાર બાદ નવી પોસ્ટ લખવા, ઉત્તર આપવા અથવા ત્યાં સુધી કે પ્લેટફોર્મ પર એક પોસ્ટને લાઇક કરવા માટે પૈસા આપવા પડશે. જોકે આ પગલું નકલી એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવા લેવામાં આવ્યું છે.
જોકે એ સ્પષ્ટતા કરવામાં આવી છે કે X પર એકાઉન્ટ બનાવવા અને લોકોને ફોલો કરવા માટે કોઈ ચાર્જ નહીં લેવામાં આવે, પરંતુ કોઈ પણ X પર સક્રિય કામગીરી કરવા ઇચ્છશે એણે સટિક વિવરણ આપવું પડશે. સટિક વિવરણ આપવા માટે વિના વાર્ષિક ચાર્જ લેવામાં આવશે. નવા એકાઉન્ટને પોસ્ટ કરવા, લાઇક કરવા, બુકમાર્ક કરવા અને ઉત્તર આપતાં પહેલાં એક નાનો વાર્ષિક ચાર્જ આપવો જરૂરી છે. ચાર્જ કેટલો હશે, એની જાહેરાત હજી સુધી નથી કરવામાં આવી.
મિડિયા અહેવાલો અનુસાર મસ્ક પ્લેટફોર્મ પર કેટલાક મોટા ફેરફારોની યોજના બનાવી રહ્યા છે. X પર મોટા ભાગની સુવિધાઓનો ચાર્જ લેવામાં આવે એવી શક્યતા છે. જ્યારે એલન મસ્કે Xનું સુકાન સંભાળ્યું છે, ત્યારેથી તેમણે આ પ્લેટફોર્મ પર કેટલાય ફેરફાર થયા છે. X પર હવે ઓડિયો અને વિડિયો કોલિંગ ફીચર શરૂ થયું છે. હવે તમે વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામની જેમ કોઈને પણ X દ્વારા કોલ કરી શકાય છે. જોકે એના માટે પૈસા આપવાના રહેશે. અહીં સુધી કે હવે એકાઉન્ટ વેરિફાઇડ કરાવવા માટે પણ પૈસા આપવાના રહે છે. જો તમે X પર બ્લુ ટિક ઇચ્છો છો તો તમારે દર મહિને રૂ.900નું સબસ્ક્રિપ્શન આપવાનું રહેશે.