નવી દિલ્હીઃ કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ અને વાયનાડથી સાંસદ રાહુલ ગાંધીએ હાલમાં લંડનમાં આપેલા ભારતમાં લોકતંત્ર પર ક્રૂર હુમલાવાળા નિવેદનને લઈને ભાજપે તીખી આલોચના કરી છે. ભાજપે એને વિદેશી ધરતીથી દેશનું અપમાન જણાવી રહી છે અને રાહુલ ગાંધીથી વિના શરતે માફી માગવાની વાત કરી રહી છે. ભાજપે કહ્યું હતું કે જો તેઓ માફી નહીં માગે તો તેમની સામે પગલાં લેવામાં આવશે. ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ સંસદમાં રાહુલ ગાંધીની સામે વિશેષ સમિતિ બનાવવા અને તેમનું લોકસભાની સભ્યપદ રદ કરવાની માગ કરી છે…
તેમણે 2005ની ઘટનાનો ઉલ્લેખ કરતાં લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખ્યો છે. તેમણે કહ્યું હતું કે 2005માં કેશ ફોર કેરી કૌભાંડમાં સંસદની વિશેષ સમિતિએ સંસદની ગરિમાને નુકસાન પહોંચાડવાના આરોપમાં 11 સાંસદોનું સભ્યપદ ખતમ કર્યું હતું. એ પછી સુપ્રીમ કોર્ટે પણ એને યોગ્ય ઠેરવ્યું હતું. ભાજપના સાંસદે લોકસભામાં પ્રક્રિયા અને કાર્ય સંચાલનના નિયમ 223 દેઠળ લોકસભાના સ્પીકરને પત્ર લખ્યો છે.
શું કહે છે નિયમ 223?
એ નિયમ હેઠળ સભ્યને કોઈ સભ્ય કે સમિતિ દ્વારા કરવા કરવામાં આવેલા વિશેષાધિકારના ઉલ્લંઘન મામલે સંસદમાં સ્પીકરની સહમતી (નિયમ 22 કે હેઠળ)ની સાથે સવાલ ઊભો કરવાની મંજૂરી આપે છે. આ મામલામાં આગળની તપાસ માટે વિશેષાધિકારી સમિતિની રચના કરવામાં આવે છે અને એને તપાસ સોંપવામાં આવે છે. સમિતિ કેસની તપાસ કરે છે અને બંને પક્ષની વાત સાંભળ્યા પછી રિપોર્ટ તૈયાર કરે છે અને આશરે એક મહિનામાં રિપોર્ટ આપે છે. જો દોષી માલૂમ પડે તો લોકસભા અધ્યક્ષ એ સાંસદની સામે કાર્યવાહીની ભલામણ કરે છે.