મુંબઈઃ વોટ્સએપ યૂઝર્સને છેલ્લા કેટલાક અઠવાડિયાથી ઈન્ટરનેશનલ નંબરો પરથી મિસ્ડ કોલ્સ આવી રહ્યા છે. યૂઝર્સને વોટ્સએપ પર +60 (મલેશિયા), +254 (કેન્યા), +84 (વિયેટનામ) તથા અન્ય કોડ સાથે કોલ્સ આવી રહ્યા છે. વોટ્સએપ સર્વિસ ઈન્ટરનેટ મારફત કાર્ય કરતી હોવાથી તે યૂઝર્સને કોલ્સ કરતી વખતે એક્સ્ટ્રા ચાર્જ લગાવતી નથી. જ્યારે કોઈ સેલ્યૂલર નેટવર્ક એ માટે ચાર્જ લાગે છે.
વોટ્સએપ પર આ એક નવું કૌભાંડ ચાલુ થયું છે. યૂઝર્સે આવા અજાણ્યા નંબરો પરથી જવાબ આપવાનું ટાળવું જોઈએ. જોકે વોટ્સએપ કંપની આવા કૌભાંડકારી કોલ્સમાં સંડોવાયેલા એકાઉન્ટ્સ સામે પગલાં લઈ રહી છે તે છતાં યૂઝર્સને આવા કોલ્સ આવવાનું હજી ચાલુ છે. મેસેજિંગ પ્લેટફોર્મે ભારતમાં હાલમાં જ 47 લાખ નઠારા એકાઉન્ટ્સને બંધ કરી દીધા હતા. પરંતુ યૂઝર્સે આવા કૌભાંડથી સુરક્ષિત રહેવાનું છે.
- બ્લોક અને રિપોર્ટ (આવા નંબરો વિશે રિપોર્ટ કરી દેવો અને તત્કાળ એને બ્લોક કરી દેવા જેથી તમને એ જ નંબર પરથી ફરી કોલ આવે નહીં.
2-ફેક્ટર ઓથેન્ટિકેશન એનેબલ કરો (જો તમે તમારા વોટ્સએપ પર 2-ફેક્ટર ઓથેન્ટિકેશનને એનેબલ કરી દેશો તો તમારા ડેટાની સુરક્ષામાં ઉમેરો થશે. આ એપમાં તમારા ઈમેલ એડ્રેસમાંથી ઓથેન્ટિકેશનની આવશ્યક્તા રહે છે જે ઓવરઓલ ડેટા પ્રોટેક્શન વધારે છે)
- પ્રાઈવેસીને મર્યાદિત બનાવો (આમાં ફેરફાર કરો ‘who can see’ in settings > privacy. જો તમારા પ્રોફાઈલ પિક્ચર, લાસ્ટ સીન અને ઓનલાઈન સ્ટેટસમાં તમે ‘everyone’ રાખ્યું હોય તો એને બદલીને માત્ર તમારા કોન્ટેક્ટ લિસ્ટમાંના લોકો કરો)
- વોટ્સએપ અને તમારા ફોનની OSને અપડેટ કરો (ચેક કરો કે તમારા ફોનમાં સિક્યોરિટીનું લેટેસ્ટ વર્ઝન સક્રિય છે કે નહીં. એવી જ રીતે, તમારું વોટ્સએપ પણ અપડેટેડ હોવું જોઈએ)
