શું છે સરોગસી, જેનાથી પ્રીતિ ઝિંટા માતા બની? જાણો…

નવી દિલ્હીઃ બોલીવૂડની એક્ટ્રેસ પ્રીતિ ઝિન્ટા અને તેના પતિ જીન ગુડ્ડઇનફ બે જોડકાં બાળકોનાં માતાપિતા બન્યાં છે. તેમણે ખુદ એક પોસ્ટ દ્વારા ખુશખબર ફેન્સની સાથે સોશિયલ મિડિયા પર શેર કરી હતી, જે પછી તેમને ચારે બાજુથી શુભકામનાઓ મળી રહી છે. જોકે સરોગસી માતા બનવાની યાદીમાં પ્રીતિ એકલી નથી. બોલીવૂડનાં કેટલાંય કપલ આ પહેલાં સરોગસી પેરેન્ટ્સ બની ચૂક્યાં છે. કેટલાંક જાણીતાં નામોમાં શાહરુખ ખાન, એકતા કપૂર, આમિર ખાન સહિત અન્ય સામેલ છે.

નિઃસંતાન દંપતીના જીવનમાં સરોગસી મોટા આશીર્વાદરૂપે આવે છે.

શું છે સરોગસી

સરોગસી  સરોગસગેટ મધરના માધ્યમથી પિતૃત્વ પ્રાપ્ત કરવાની એક વ્યવસ્થા છે. સરોગેટ મહિલા એક કપલ માટે વસિયત માટે અથવા કેટલોક આર્થિક લાભ માટે એક બાળક પેદ કરવા માટે સહમત હોય છે.

સામાન્ય રીતે કપલ અથવા સિંગલ માતાપિતા સરોગસીનો રસ્તો ત્યારે અપનાવે છે, જ્યારે

-માતા કુદરતી રીતે ગર્ભધારણ ના કરી શકે.

-મેડિકલનાં જોખમોને કારણે ગર્ભધારણ કરવો અશક્ય હોય

-સિંગલ વ્યક્તિ બાળક પેદા કરવા ઇચ્છે. અથવા મહિલા બાળક પેદા કરવા ના ઇચ્છતી હોય.

ભારતમાં સરોગસીના નિયમ

સરોગસીના દુરુપયોગને જોતાં ભારતમાં એને માટે તમામ નિયમ નક્કી કરવામાં આવ્યા છે. મોટા ભાગે ગરીબ મહિલાઓ આર્થિક મુશ્કેલીઓને લીધે સરોગેટ મહિલા મને છે. સરકાર તરફથી આ પ્રકારની કોમર્શિયલ સરોગસી પર 2019માં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિયમ હેઠળ વિદેશીઓ, સિંગલ પેરેન્ટ, છૂટાછેડા લીધેલાં કપલ, લિવ-ઇન પાર્ટનર્સ અને યોગ્યતા ધરાવતા સમાજ સાથે જોડાયેલા લોકો માટે સરોગસીના રસ્તા બંધ કરવામાં આવ્યા છે. સરોગસી માટે મહિલાની પાસે મેડિકલ રૂપે સંપૂર્ણ રીતે ફિટ હોવાનું સર્ટિફિકેટ હોવું જોઈએ. વળી સરોગસીનો સહારો લેતાં કપલ પાસે આ વાતનું મેડિકલ પ્રમાણપત્ર હોવું જોઈએ કે તેઓ ઇનફર્ટાઇલ છે. જોકે સરોગસી રેગ્યુલેશન બિલ 2020માં કેટલાય પ્રકારના સુધારા કરવામાં આવ્યા હતા, જેમાં ઇચ્છુક મહિલાને સરોગેટ બનવાની મંજૂરી આપવામાં આવી હતી.