ટેક્સ બચાવવા માટે દેશ છોડવાનું પસંદ કરતા શ્રીમંત ભારતીયો

નવી દિલ્હીઃ સરકાર બિનનિવાસી ભારતીયો (NRI) માટે દેશમાં રહેવાની કટ-ઓફ્ફ દિવસોને વધારવાનો વિચાર કરી રહી છે, કેમ કે શ્રીમંત ભારતીયો અન્ય દેશોમાં રહેવા માટે પ્રયાણ કરી રહ્યા છે. NRIની ઘરેલુ સ્તરે વૈશ્વિક આવક પર કર લગાવવા માટે તેમની રહેવાના કટ-ઓફ્ફ દિવસો 183થી ઘટાડીને 120 દિવસ કરવામાં આવ્યા હતા. આ દિવસો ઘટાડવાનું કારણ ઇન્કમ ટેક્સની આવકમાં વધારો કરવાનો હતો, પણ સરકારનું આ પગલું ઊંધું સાબિત થયું હતું.

આ દિવસો ઘટાડવાનું પગલું બુમરેણ સાબિત થયું હતું કે કેમ કે કેટલાય શ્રીમંત ભારતીયો ટેક્સ બચાવવા માટે અન્ય દેશોમાં નાગરિકત્વ લેવાનું પસંદ કરવા લાગ્યા, એમ ટેક્સ નિષ્ણાતોએ કહ્યું હતું.

શ્રીમંત દેશો સતત અન્ય દેશોમાં વસવાટ કરવા લાગ્યા છે, એ ભારત માટે ચિંતાનો વિષય છે, કેમ કે સરકારે દેશના અર્થતંત્રને પાંચ લાખ કરોડ ડોલરનું બનાવવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે, એમ EY ઇન્ડિયાના રાષ્ટ્રીય ટેક્સ-નેતા સુધીર કાપડિયાએ કહ્યું હતું. ભારતીય નાગરિક્ત્વ જારી રાખવા માટે અને વધુ HNIs (હાઇ નેટવર્થ ઇન્વેસ્ટર્સ)ને આકર્ષવા માટે એક ઉપાય છે કે 120 દિવસોથી વધારીને 180 દિવસો કરવાનો છે.  

વર્ષ 2019માં દેશ છોડનારા HNIsમાં ચીન પછી ભારત બીજા ક્રમે હતું, એમ ગ્લોબલ વેલ્થ માઇગ્રેશન રિવ્યુ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. 2019માં 7000 HNIsએ ભારત છોડ્યું હતું. ઉદ્યોગના અંદાજનુસાર છેલ્લાં પાંચ વર્ષમાં આશરે 30,000થી 35,000 શ્રીમંત ભારતીયોએ દેશ છોડી ચૂક્યા છે.