નવી દિલ્હીઃ દેશના મુખ્ય રાજકીય પક્ષોએ રાજકીય જાહેરાત પાછળ લખલૂંટ ખર્ચ કર્યો છે, જેમાં તામિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિન દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK)એ 2021-22માં કુલ રૂ. 35.40 કરોડ ખર્ચ કર્યો છે, એમાં તામિલનાડુમાં સત્તાધારી પક્ષે જાહેરાત પર રૂ. 30.62 કરોડ એટલે કે 87 ટકા ખર્ચ કર્યો છે. જ્યારે એના કટ્ટર પ્રતિદ્વન્દ્વી અખિલ ભારતીય અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (AIADMK) પણ પાછળ નથી, કેમ કે દક્ષિણી રાજ્યમાં મુખ્ય વિરોધ પક્ષે જાહેરાતો પર આશરે 78 ટકા એટલે કે રૂ. 22.28 કરોડ ખર્ચ કર્યા છે.
ભારતીય ચૂંટણી પંચ (ECI)એ દેશમાં રાષ્ટ્રીય અને પ્રાદેશિક દળોના ઓડિટ રિપોર્ટને જાહેર કર્યો છે.આ રિપોર્ટ અનુસાર ત્રણ પાર્ટીઓ NCP, YSRCP અને CPI દ્વારા ચૂંટણી ખર્ચ નથી કરવામાં આવ્યો. આમાં CPM અને કોંગ્રેસે ઓડિટ રિપોર્ટમાં ચૂંટણી ખર્ચની વિગતો નથી આપી.
જો ભગવા પાર્ટી દ્વારા ખર્ચ કરવામાં આવેલી રકમની વાત કરવામાં આવે તો વિજ્ઞાપન અને પ્રચાર પર સૌથી વધુ રૂ. 317.17 કરોડ કરનાર પાર્ટી ભાજપ છે. પાર્ટીએ ઓડિયો વિડિયો ક્રિયેટિવ પર રૂ. 18.41 કરોડ સિવાય જાહેરાતો પર રૂ. 164.01 કરોડ ખર્ચ કર્યો હતો. ઇલેક્ટ્રોનિક મિડિયા પર જાહેરાત પર રૂ. 72.28 કરોડનો ખર્ચ કર્યો હતો. અન્ય રૂ. 36.33 કરોડ કટઆઉટ, હોર્ડિંગ અને બેનર પર ખર્ચ કર્યો હતો. પાર્ટીએ કુલ ખર્ચના 37 ટકા જાહેરાત અને પ્રચાર પર ખર્ચ કર્યો છે.
આ સાથે DMKએ પાર્ટીના કુલ ખર્ચના 87 ટકા એટલે કે રૂ. 31.54 કરોડનો ખર્ચ કર્યો હતો. TMCએ કુલ રૂ. 268.33 કરોડ ખર્ચ કર્યો હતો. કેજરીવાલના પક્ષે રૂ. 30.29 કરોડનો ખર્ચ કર્યો હતો, જેમાં રૂ. 13.66 કરોડ પ્રચાર ખર્ચ અને રૂ. 11.34 કરોડનો ચૂંટણી ખર્ચ કર્યો હતો.