સંઘપ્રમુખ મોહન ભાગવત કોરોના સંક્રમિતઃ હોસ્પિટલમાં દાખલ

નાગપુર: દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ઝડપથી વધી રહી છે. દેશમાં વધતા જતા કોરોનાના કેસ વચ્ચે હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવત પણ કોરોના વાઇરસની ઝપટમાં આવી ગયા છે. મોહન ભાગવત પણ કોરોના સંક્રમિત થયા છે. તેમને સારવાર માટે નાગપુરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતને  ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાગવતને કોવિડ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. અહીં તેમની તબિયત સ્થિર છે.

આરએસએસના એક સૂત્રએ સંઘ વડા કોરોના સંક્રમિત થયા હોવાની પુષ્ટિ કરી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના નવા 1.45 લાખ કેસ નોંધવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધારે કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં આજથી વીક-એન્ડ લોકડાઉન પણ શરૂ થઈ ગયું છે.

મોહન ભાગવત કોરોના સંક્રમિત થયાની જાણકારી આરએસએસના અધિકૃત ટ્વીટર હેન્ડલ પર આપવામાં આવી હતી. જેમાં લખવામાં આવ્યું છે કે, “રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સરસંઘચાલક ડોક્ટર મોહન ભાગવત કોરોના સંક્રમિત થયા છે. તેમને હાલ કોરોનાનાં સામાન્ય લક્ષણો છે, સામાન્ય તપાસ અને તકેદારીના ભાગરૂપે તેમને નાગપુરની કિંગ્ઝવે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

કેંદ્રીય પ્રધાન નીતિન ગડકરીએ પણ ટ્વીટ કરી સંઘપ્રમુખના જલદી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી છે.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]