ટ્રેક્ટર માર્ચ: રાકેશ અસ્થાના વર્સિસ રાકેશ ટિકૈત

નવી દિલ્હીઃ સંયુક્ત કિસાન મોરચાએ 29 નવેમ્બરે ખેડૂતોએ સંસદ સુધી ટ્રેક્ટર માર્ચનું એલાન કર્યું છે. આવામાં દિલ્હી પોલીસ સાવધ છે. દિલ્હી સીપી રાકેશ અસ્થાનાએ કહ્યું હતું કે અમે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છે. કોઈ પણ પરિસ્થિતિમાં કાયદો-વ્યવસ્થા બગડવા નહીં દઈએ. ખેડૂતોનું આંદોલન લાંબા સમયથી ચાલી રહ્યું છે. મારા સામેલ થવા પહેલાં પ્રજાસત્તાક દિવસની ઘટનાએ પર સાત કેસ નોંધવામાં આવ્યા હતા. અમે એ કેસોની તપાસ કરી રહ્યા છીએ. તેમની સામે ચાર્જશીટ નોંધવામાં આવી છે. આગામી સંસદના શિયાળુ સત્રમાં ખેડૂતો ટ્રેક્ટર માર્ચ પર તેમણે કહ્યું હતું કે અમે કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા પ્રતિબદ્ધ છે.

મહિલાઓ અને બાળકોની સામેના ગુનાઓને ઓછા કરવા અમારી પહેલી પ્રાથમિકતા છે. અમારી પાસે છ DCP, આઠ SP, નવ SHO છે, જે મહિલાઓ છે- તેમને એ વિસ્તારોમાં રાખવામાં આવશે, જ્યાં મહિલાઓથી સંબંધિત સમસ્યાઓની આશંકા છે. અમારી પ્રાથમિકતા આવા કેસોને ઝડપી પતાવટ કરવાની છે.
દિલ્હી પોલીસના કેટલાક વરિષ્ઠ અધિકારીઓએ પણ એ સ્પષ્ટ કર્યું હતું કે સંસદ સત્ર દરમ્યાન ટ્રેક્ટર ટ્રોલી લઈને નવી દિલ્હી આવવાની મંજૂરી કોઈ કિંમતે નહીં આપવામાં આવે, કેમ કે એનાથી સંસદ ભવન અને સંસદસભ્યોની સુરક્ષા માટે એક મોટુ જોખમ ઊભું થાય એમ છે.

અસ્થાનાએ વધુમાં જણાવ્યું હતું કે પોલીસમાં મહિલાઓની સંખ્યામાં 2025 સુધીમાં વધારો કરવામાં આવશે. હાલ પોલીસોમાં 10 ટકા પોલીસ મહિલા છે.  સરકારના નિર્દેશ મુજબ પોલીસ ફોસમાં 33 ટકા મહિલા પોલીસ હોવી જોઈએ અને અમે એના પર કામ કરી રહ્યા છીએ.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]