નવી દિલ્હીઃ દિલ્હીમાં આજે બપોરે 1.45 કલાકે ભૂકંપનો આંચકો આવ્યો હતા. રિક્ટર સ્કેલ પર એની તીવ્રતા 3.5 નોંધાઈ હતી. દિલ્હીમાં એક મહિનાની અંદર આ ત્રીજી વાર આ પ્રકારનો ભૂકંપ અનુભવાયો હતો. આ પહેલાં ગઈ 12-13 એપ્રિલે ભૂકંપના આંચકા આવ્યા હતા. મોસમ વિભાગ અનુસાર ભૂકંપનું કેન્દ્રબિંદુ નવી દિલ્હીથી દૂર દિલ્હી-ઉત્તર પ્રદેશ સરહદ નજીક હતું.
આ પહેલાં ભૂકંપ 12-13 એપ્રિલે
12 એપ્રિલે સાંજે 5.45 કલાકે દિલ્હીમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. તે આંચકો એટલો તીવ્ર હતો કે લોકોએ એમના ઘરોમાં એનો અનુભવ કર્યો હતો. કેટલાંય ઘરોમાં પંખાઓ હાલકડોલક થવા લાગ્યા હતા. રિક્ટર સ્કેલ પર એની તીવ્રતા 3.5 માપી ગઈ હતી. નોએડા, દિલ્હી, ગાઝિયાબાદ સહિત આસપાસના વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુવાયા હતા. ગુરુગ્રામ અને ફરિદાબાદમાં પણ એને અનુભવાયા હતા. એના 24 કલાક પછી બીજી વાર દિલ્હી અને એની આસપાસના વિસ્તારોમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર એની તીવ્રતા 2.7 મપાઈ હતી.
આ પહેલાં ગયા વર્ષે 25 સપ્ટેમ્બરે સાંજે સાડાચાર કલાકે આ જ વિસ્તારોમાં ભૂકંપનો તીવ્ર આંચકો આવ્યો હતો, એની તીવ્રતા 6.3 માપવામાં આવી હતી. એનું કેન્દ્રબિંદુ પાકિસ્તાનના લાહોરથી 173 કિલોમીટર દૂર હતું અને ભારતમાં એની સૌથી વધુ જમ્મુ-કાશ્મીરમાં જોવા મળી હતી.