મિનિમમ વેજીસની જગ્યાએ લિવિંગ વેજીસની સિસ્ટમ લાગુ પડશે

નવી દિલ્હીઃ દેશમાં આગામી વર્ષે મિનિમમ વેજ (Minimum Wage-લઘુતમ વેતન)ની જગ્યાએ લિવિંગ વેજ (Living Wage) લાગુ થવાની શક્યતા છે. સરકારે એ વિશે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન (ILO)થી ટેક્નિકલ મદદ માગી છે. લિવિંગ વેજનો અંદાજ લગાવવા અને એને લાગુ કરવા માટે એક ફ્રેમવર્કની પણ જરૂર પડશે. આ મહિનાના પ્રારંભમાં ILOએ લિવિંગ વેજનો કોન્સેપ્ટ રજૂ કર્યો હતો.

આ પહેલાં મિનિમમ વેજની જગ્યાએ લિવિંગ વેજને લાગુ કરવા માટે એગ્રીમેન્ટ પર સહમતી બની હતી. આ સહમતી બની હતી ફેબ્રુઆરીમાં બની હતી. જ્યારે વેજ પોલિસીઝ પર નિષ્ણાતોની એક મિટિંગ થઈ હતી. ILOની ગવનિર્ગ બોર્ડીએ 13 માર્ચે સેશનમાં મહોર મારી હતી. જ્યારે એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતુંક  એક વર્ષની અંદર મિનિમમ વેજની વ્યવસ્થા બદલાઈ જશે.

દેશમાં 50 કરોડથી વધુ વર્કર્સ છે, એમાં 90 ટકા અસંગઠિત ક્ષેત્રમાં છે, તેમાંથી કેટલાયને દૈનિક ધોરણે રૂ. 176 કે એનાથી વધુ મજૂરી મળે છે. એ રકમ એના પર નિર્ભર કરે છે કે એ વ્યક્તિ કયા રાજ્યમાં છે. વર્ષ 2017થી નેશનલ વેજની મિનિમમ સીમામાં ફેરફાર નથી થયો. અલગ-અલગ રાજ્યોમાં મિનિમમ વેજ લાગુ થશે. ઇન્ડિયા 1922થી ILOની ગવર્નિંગ બોડીનો સ્થાયી સભ્ય છે. એ ILOનું ફાઉન્ડિંગ સભ્ય પણ છે.

સરકારે 2019માં વેજીસનો નવો કાયદો 2019માં પસાર કરી દીધો હતો, પરંતુ અત્યાર સુધી એને લાગુ નહોતો કરવામાં આવ્યો. એમાં એક જેવા વેજીજની જોગવાઈ છે, જે બધાં રાજ્યોમાં એકસાથે લાગુ થશે. ઇન્ડિયા 2030 સુધીમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ (SDGS) મિનિમમ વેજીસની જગ્યારે લિવિંગ વેજની સિસ્ટમ લાગુ કરવાથૂ કરોડો લોકોને ગરીબીથી બહાર નીકળવામાં મદદ મળી છે, એમ એમણે કહ્યું હતુ. એ સાથે એ લોકોની લાઇફ સ્ટાઇલ પણ સુધરશે.

મિનિમમ વેજનો અર્થ?

મિનિમમ વેજનો અર્થ એ લઘુતમ રકમ છે, જે એક એમ્પ્લોયર કામના બદલામાં એમ્પ્લોયીને આપે છે. એ કામની એક નિશ્ચિત સમયગાળા માટે હોય છે.  કામદારને એના કામના બદલામાં એક નિશ્ચિત કરેલી લઘુતમ રકમથી નીચેની રકમનું પેમેન્ટ કરવામાં નથી આવતું.

લિવિંગ વેજ શું છે?

ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન મુજબ લિવિંગ વેજ કોઈ કામના બદલામાં કરવામાં એ એ પેમેન્ટ છે, જેમાં વર્કર્સ અને તેના પરિવારના સારા જીવનધોરણને ધ્યાનમાં રાખવામાં આવે છે.