રેલવેએ આશરે 6260 ટન ઓક્સિજન રાજ્યોમાં પહોંચાડ્યો

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસોમાં વધારો થતાં વિવિધ રાજ્યોમાં હોસ્પિટલોમાં ઊભી થયેલી ઓક્સિજનની અછતને પગલે ભારતીય રેલવેએ અત્યાર સુધી 100 ઓક્સિજન એક્સપ્રેસની યાત્રા પૂરી કરી છે. ભારતીય રેલવેનો પ્રયાસ છે કે રાજ્યોને LMO (લિક્વિડ મેડિકલ ઓક્સિજન)ને ઓછામાં ઓછા સમયમાં પહોંચાડી શકાય. રેલવેએ 19 એપ્રિલથી અત્યાર સુધીમાં 396 ટેન્કર્સમાં આશરે 6260 ટન LMO પહોંચાડવામાં આવ્યો છે, એમ એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે.

અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં 407 ટન ઓક્સિજન, ઉત્તર પ્રદેશમાં આશરે 1680 ટન, મધ્ય પ્રદેશને 360 ટન, હરિયાણાને 939 તેલંગાણાને 123 ટન, રાજસ્થાનને 40 ટન કર્ણાટકને 120 ટન અને દિલ્હીને 2404 ટન કરતાં વધુ ઓક્સિજન પૂરો પહોંચાડવામાં આવ્યો છે.

ઝારખંડના ટાટાનગરથી 120 ટન જીવનરક્ષક ગેસ સાથે પહેલી ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન ઉત્તરાખંડ પહોંચી હતી અને ઓડિશાના અંગુલથી 50 ટન કરતાં વધુ ઓક્સિજનની ટ્રેન મંગળવારે પુણે પહોંચી હતી, એમ નિવેદન જણાવે છે. આ જ રીતે ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન બુધવારથી શરૂ થાય એવી વકી છે, એમ નિવેદન જણાવે છે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]