કોરોના સંક્રમિતોની સંખ્યા 42 લાખને પાર, 1016નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 90,802 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 1016 લોકોનાં મોત થયાં છે, દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 42,04,613 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 71,642 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 32,50,429 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 8,82,542 પહોંચી છે. રિકવરી રેટ વધીને 77 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.78 ટકા થયો છે.

 બેંગલોરમાં મહિલા બીજી વાર કોરોના સંક્રમિત

કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં કોરોના સંક્રમણમાંથી સ્વસ્થ થયેલી ૨૭ વર્ષીય મહિલાનો કોરોના ટેસ્ટ ફરી પોઝિટિવ આવ્યો છે. ફોર્ટિસ હોસ્પિટલના જણાવ્યા અનુસાર જુલાઈમાં આ મહિલા પહેલી વાર કોરોનાથી સંક્રમિત થઈ હતી. તેને સારવાર અપાયા બાદ કોરોના ટેસ્ટ નેગેટિવ આવતાં ડિસ્ચાર્જ કરવામાં આવી હતી. જોકે એક જ મહિનામાં તેનામાં ફરી કોરોનાના લક્ષણ જોવા મળતાં ફરી ટેસ્ટ કરાયો, જે પોઝિટિવ આવ્યો હતો.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.