નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રાલયે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ માટે છ નેક્સ્ટ જનરેશન ઓફ્ફશોર પેટ્રોલ વેસલ્સની ખરીદી માટે 20 ડિસેમ્બર, 2023એ મઝગાંવ ડોકયાર્ડ શિપબ્લિડર્સ લિ. (MDL)ની સાથે એક સમજૂતી કરાર કર્યા છે. આ સમજૂતી કરાર રૂ. 1614.89 કરોડમાં કરવામાં આવ્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.
ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા ખરીદવામાં આવેલા આ છ જહાજમાંથી ચાર હાલના જૂના જહાજની જગ્યા લેશે અને અન્ય બે નેવી પાસે રહેશે. આ કોસ્ટ ગાર્ડના પ્લેટફોર્મોના હસ્તાતંરણનો ઉદ્દેશ કોસ્ટ ગાર્ડની ક્ષમતા વધારવાનો અને સમુદ્રી સુરક્ષાને મજબૂત કરવાનો છે. આ મોર્ડન, ઊંચી ટેક્નિકવાળા જહાજ કોસ્ટ ગાર્ડ દ્વારા દેખરેખ, કાયદાને લાગુ કરવાનો, શોધ અને બચાવકાર્ય કરવાનો અને સમુદ્રી પ્રૂષણની પ્રતિક્રિયા અને માનવીય સહાય સહિત ક્ષમતા વધારવામાં મહત્તવની ભૂમિકા ભજવવાનો છે.આ જહાજોમાં સારામાં સારી ટેક્નિક, નવી સુવિધાઓ અને ઉપકરણ લાગેલાં છે, જેની મદદથી 115 મીટર OPVS ડ્રોન, AI ક્ષમતા અને વાયરલેસથી નિયંત્રિત રિમોટ વોટર રેસ્ક્યુ ક્રાફ્ટ લાઇફબોય કામ કરશે. એ સિવાય હાલના પડકારોને પહોંચી વળવા માટે કોસ્ટ ગાર્ડની ક્ષમતા વધારશે. આ અત્યાધુનિક જહાજોને કંપની દ્વારા સ્વદેશી રૂપથી ડિઝાઇન, વિકસિત અને નિર્મિત કરવામાં આવશે અને 66 મહિનાના સમયગાળામાં એ તૈયાર કરીને કોસ્ટડ ગાર્ડને સોંપવામાં આવશે. કોસ્ટ ગાર્ડના આ સમજૂતી કરાર આત્મનિર્ભર ભારત હેઠળ કંપની સાથે કરવામાં આવ્યા છે, જેના થકી દેશમાં રોજગારીની તકો ઊભી થશે.