નવી દિલ્હીઃ કેન્દ્રીય કર્મચારીઓને વધેલા મોંઘવારી ભથ્થાં (DA)ની ચુકવણીને નાણાં મંત્રાલયે હાલ પૂરતું અટકાવી દીધી છે. 13 માર્ચે સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘાવારી ભથ્થામાં ચાર ટકા વધારાનું એલાન કર્યું હતું કે જેથી કર્મચારીઓને એપ્રિલ મહિનાની સેલરીમાં જાન્યુઆરીથી માર્ચ સુધીનું એરિયર્સની સાથે વધેલા DA મળવાની આશા હતી, પણ હવે આ નિર્ણયની સાથે 1.4 કરોડ કર્મચારીઓ અને પેન્શનરોની આશા પર પાણી ફરી ગયું છે. આમ કોરોના વાઇરસ પર કાબૂ મેળવવાના પ્રયાસોમાં કેન્દ્ર સરકારે વધતા આર્થિક બોજને જોતાં ખર્ચોમાં કાપ મૂકવાનું શરૂ કર્યું છે.
નાણા મંત્રાલય દ્વારા જારી કરવામાં નિવેદનમાં કહ્યું હતું કે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને એક જાન્યુઆરી, 2020થી બાકીનું મોંઘવારી ભથ્થું નહીં ચૂકવવામાં આવે. આ સિવાય એક જુલાઈ, 2020થી ડિસેમ્બર, 2020 સુધી લાગુ થનારું મોંઘવારી ભથ્થું પણ નહીં મળે. આટલું જ નહીં આગામી વર્ષે જાન્યુઆરીમાં પણ મોંઘવારી ભથ્થામાં વધારો નહીં થાય. નાણાં મંત્રાલયના આ આદેશનો સીધો અર્થ એ છે કે કેન્દ્રીય કર્મચારીઓએ હવે વધેલા મોંઘવારી ભથ્થા માટે જુલાઈ, 2021 સુધી રાહ જોવી પડશે. જોકે હાલના દરે પર મોંઘવારી ભથ્થાની ચુકવણી થતી રહેશે. હાલ 17 ટકાના દરે કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થું મળશે. જો સરકાર દ્વારા આ વધેલા મોંઘવારી ભથ્થાની ચુકવણી કરવામાં આવત તો સરકાર પર રૂ. 14,500 કરોડ કરોડનો બોજ પડત.
રાજ્યોમાં પણ કર્મચારીના પગાર અને ભથ્થામાં કાપ
કેન્દ્ર સરકાર સિવાય રાજ્યોએ પણ સરકારી કર્મચારીઓના પગાલ અનમે ભથ્થામાં કાપ મૂકવાનો નિર્ણય કર્યો છે. કેરળ સરકારે મેથી લઈને સપ્ટેમ્બર સુધી કર્મચારીઓની સેલરીમાંથી દર મહિને છ દિવસનો પગાર કાપવાનો નિર્ણય કર્યો છે. આ જ રીતે સરકાર પાંચ મહિનામાં હપતા દ્વારા કુલ એક મહિનામાં સેલરી કાપવાની યોજના બનાવી છે. આ જ રીતે તેલંગાણા સરકારે પણ સેલરી કાપ મૂકવાનો કાપ મૂક્યો છે. મધ્ય પ્રદેશ સરકારે પણ કર્મચારીઓના વધેલા મોંઘવારી ભથ્થાની ચુકવણીને અટકાવી દીધી છે.