વોશિંગ્ટનઃ અમેરિકી થિંક ટેંક પ્યૂ રીસર્ચ સેન્ટરે વૈશ્વિક મુસ્લિમ આબાદી પર નવા આંકડા રજૂ કર્યા છે. આ સાથે જ 2060 સુધી સૌથી વધારે મુસ્લિમ અને ઈસાઈ આબાદી વાળા શીર્ષ 10 દેશોની યાદી જાહેર કરી છે.
વર્તમાન સમયમાં સૌથી વધારે મુસ્લિમ આબાદી વાળો દેશ ઈન્ડોનેશિયા છે, જ્યાં 2015ના આંકડા અનુસાર 219960,000 મુસ્લિમો રહે છે. મુસ્લિમ આબાદી મામલે બીજા સ્થાન પર ભારત અને પાકિસ્તાન ત્રીજા સ્થાન પર છે. વર્તમાનમાં ચોથા સ્થાન પર બાંગ્લાદેશ અને પાંચમા સ્થાન પર નાઈજીરીયા છે.
પ્યૂ રિસર્ચ અનુસાર, 2060 સુધી ભારત સૌથી વધારે મુસ્લિમ આબાદી વાળો દેશ બની જશે. 2060 સુધી ભારતમાં મુસ્લિમ આબાદી 3,33,090,000 હશે. આ આબાદી ભારતની કુલ આબાદીના 19.4 ટકા હશે, જ્યારે દુનિયાની કુલ મુસ્લિમ આબાદીના 11.1 ટકા હશે.
તો 2060 સુધી પાકિસ્તાન 28.36 કરોડ મુસ્લિમ આબાદી સાથે બીજા સ્થાન પર પહોંચી જશે. 2060 સુધી પાકિસ્તાનની કુલ આબાદીમાં 96.5 ટકા આબાદી મુસ્લિમ હશે, જ્યારે દુનિયાની કુલ મુસ્લિમ આબાદીમાં પાકિસ્તાનનું યોગદાન 9.5 ટકા હશે.
વર્ષ 2060 સુધી નાઈજીરીયા મુસ્લિમ આબાદી 28.31 કરોડ હશએ અને મુસ્લિમ આબાદી વાળા દેશોની યાદીમાં ત્રીજા સ્થાન પર આવી જશે. આ યાદીમાં ચોથા સ્થાન પર ઈન્ડોનેશિયા હશે જેની મુસ્લિમ આબાદી 25.34 કરોડ હશે. આ 2060 સુધી દુનિયાની કુલ મુસ્લિમ આબાદીના 8.5 હશે.
પ્યૂ રિસર્ચના અનુમાન અનુસાર, 2060 સુધી મુસ્લિમ આબાદી મામલે પાંચમા સ્થાન પર બાંગ્લાદેશ, 6ઠ્ઠા સ્થાન પર ઈજિપ્ત, સાતમાં સ્થાન પર ઈરાંક, આંઠમા સ્થાન પર તુર્કી, 9માં સ્થાન પર ઈરાન અને દસમા સ્થાન પર અફધાનિસ્તાન હશે. 2015માં વૈશ્વિક મુસ્લિમ આબાદી 175,52620000 હતી જે 2060 સુધી વધીને 2987,390,000 થઈ જશે.
પ્યૂ રિસર્ચ સેન્ટરના આંકડાઓ એપણ દર્શાવે છે કે ઈસ્લામ ધર્મ પોતાના પારંપરિક અને ઐતિહાસિક કેન્દ્રોથી દૂર જઈ રહ્યો છે. દુનિયાના પાંચ સૌથી વધારે મુસ્લિમ આબાદી વાળા દેશ કાં તો દક્ષિણ એશિયા અથવા દક્ષિણપૂર્વ એશિયામાં છે અથવા આફ્રીકામાં. જ્યારે મધ્ય-પૂર્વ દેશ આ યાદીમાં નજર નથી આવતા. તો દુનિયાના 10 સૌથી વધારે મુસ્લિમ વસ્તી ધરાવતા દેશોમાં મુસલમાનોની આબાદીમાં 2060 સુધીમાં થોડો ઘટાડો નોંધાશે.
કુલ મિલાવીને દુનિયામાં ઈસાઈ આબાદી 2.3 અબજ છે અને મુસ્લિમ આબાદી 1.8 અબજ છે. 2060 સુધી આ ફરક ઓછો થઈ જશે. પ્યૂ રિસર્ચના અનુમાન અનુસાર 2060 સુધી દુનિયામાં 3 અબજ ઈસાઈ અને આશરે 3 અબજ જેટલી જ મુસ્લિમ આબાદી હશે. આનું કારણ એ છે કે ઈસાઈઓની તુલનામાં મુસ્લિમ આબાદી યુવા છે અને તેમનો વૃદ્ધિદર વધારે છે.