દેશમાં હવાના પ્રદૂષણની સમસ્યાનો સામનો કરવા કોંગ્રેસ ખાસ યોજના તૈયાર કરશેઃ રાહુલ ગાંધી

નવી દિલ્હી – કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આજે જણાવ્યું છે કે એમનો પક્ષ હવાના પ્રદૂષણની સમસ્યાનો સામનો કરવા માટે એક રાષ્ટ્રીય યોજના શરૂ કરશે, કારણ કે હવાનું વધી રહેલું પ્રદૂષણ જનતાના આરોગ્ય ઉપર મોટો ખતરો ઊભો કરી રહ્યું છે અને બીમાર પડતાં લોકોનાં કિસ્સા વધી રહ્યા છે.

રાહુલ ગાંધીએ એમની એક ફેસબુક પોસ્ટમાં આ જાહેરાત કરી છે.

એમણે કહ્યું છે કે દેશમાં હવાના પ્રદૂષણનાં દૂષણનો સામનો કરવા માટે એમની પાર્ટી ‘નેશનલ ક્લીન એર પ્રોગ્રામ’ શરૂ કરશે.

અનેક સંસ્થાઓએ એમના અહેવાલોમાં જણાવ્યું છે કે ભારતના ઘણા શહેરોમાં હવાનું પ્રદૂષણ ખરાબ રીતે વધી ગયું છે. દિલ્હીને તો વિશ્વના સૌથી પ્રદૂષિત રાજધાની શહેર તરીકે ઓળખાવવામાં આવ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]