મુંબઈઃ ઈલેક્ટ્રિક વાહન ખરીદવાનું વિચારતા હો તો ડિસેમ્બરમાં જ પ્લાનિંગ કરી લેજો, કારણ કે બેટરીની કિંમત વધી જતાં દેશભરમાં ઈલેક્ટ્રિક વાહનોની કિંમત આવતા મહિનાથી 7-10 ટકા જેટલી વધવાની શક્યતા છે.
બ્લૂમબર્ગ એનઈએફના મતે, લિથિયમ-આયન બેટરી પેક આ વર્ષે દુનિયાભરમાં સરેરાશ 7 ટકા જેટલી મોંઘી થઈ છે. પરંતુ એની સરખામણીમાં ભારતમાં EV બેટરીની કિંમત 50-60 ટકા વધી છે. જોકે સરકારે બેટરીની કિંમત સંબંધિત નિયમ કડક કર્યા છે. હવે આ જ મહિનાના આખરથી AIS 156 માનક લાગુ કરાશે. દેશભરમાં ગયા વર્ષે રૂ. 11,700-12,900 પ્રતિ કિલોવેટ દરે ઉપલબ્ધ બેટરી હવે રૂ. 14,800-18,900 પ્રતિ કિલોવેટના દરે મળે છે. પેટ્રોલ-ડિઝલવાળી કારની કિંમત પણ વધી ગઈ છે. કારઉત્પાદક કંપનીઓએ જાન્યુઆરીથી તમામ મોડેલ્સની કારની કિંમતમાં 5-15 ટકાના વધારીની જાહેરાત કરી દીધી છે.