અગરતલા-લોકમાન્ય તિલક ટ્રેનના ડબ્બા પાટા પરથી ખડી પડ્યા

નવી દિલ્હીઃ આસામના ડિબોલોંગ સ્ટેશનની પાસે એક ટ્રેન ખડી પડી છે. અગરતલા-લોકમાન્ય તિલક એક્સપ્રેસ ટ્રેનના ડબ્બા પાટા પરથી ખડી પડ્યા હતા. આ ટ્રેનના 8-10 પાટા પરથી ખડી પડ્યા હતા. રેલવે પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ હજી સુધી નથી થઈ. ટ્રેનમાં સવાર યાત્રીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે અને તેમની આગળની યાત્રા માટે વ્યવસ્થા કરવામાં આવી છે.

અગરતલા-લોકમાન્ય તિલક ટર્મિનસ ડિરેલ થઈ ગઈ. ભારતીય રેલવે મુજબ ટ્રેનના આઠ ડબ્બા પાટા પરથી ઊતરી ગયા હતા. જોકે આ ઘટનામાં કોઈને પણ કોઈ ઈજા થઈ નથી.

રેલવેએ જણાવ્યું હતું કે ટ્રેન નંબર 12520 અગરતલા- કમાન્ય તિલક ટર્મિનસ એક્સપ્રેસ સવારે અગરતલાથી રવાના થઈ હતી, તે લૂમડિંગ મંડળ અંતર્ગત દિબાલોંગ સ્ટેશન પર લૂમડિંગ – બદરપુર હિલ સેક્શનમાં લગભગ ચાર વાગ્યે પાટા પરથી ઊતરી ગઈ હતી.

આ ઘટનાસ્થળે બચાવ અને રાહત કામગીરી કરવામાં આવી રહી છે અને પુનઃસ્થાપન કાર્યોની દેખરેખ માટે લૂમડિંગથી વરિષ્ઠ અધિકારીઓ સાથે દુર્ઘટના રાહત ટ્રેન અને દુર્ઘટના રાહત તબીબી ટ્રેન પહેલેથી જ ઘટનાસ્થળ માટે રવાના થઈ ચૂકી છે. લૂમડિંગ-બદરપુર સિંગલ લાઇન સેક્શન પર ટ્રેનોનું સંચાલન સ્થગિત કરી દેવામાં આવ્યું છે.

રેલવે અધિકારીઓએ પાટા પરથી ઊતરી જવાના મૂળ કારણને નક્કી કરવા માટે તપાસ શરૂ કરી છે, ટ્રેકની સ્થિતિ અને ટ્રેનની મિકેનિકલ સિસ્ટમનું મૂલ્યાંકન કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અસરગ્રસ્ત મુસાફરોને મદદ કરવા અને મુસાફરીના વૈકલ્પિક વિકલ્પોની વ્યવસ્થા કરવા માટે પ્રયાસો ચાલુ છે, જ્યારે રેલવે અધિકારીઓ અને તક્નિકી નિષ્ણાતોની એક ટીમ નુકસાનનું મૂલ્યાંકન કરી રહી છે અને અસરગ્રસ્ત વિભાગને સાફ કરવા માટે કામ કરી રહી છે.