કેન્દ્ર રાજ્યોને રસી મફત આપતું રહેશેઃ આરોગ્ય મંત્રાલય

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શુક્રવારે માહિતી આપી હતી કે કોરોના સંક્રમણના બચાવ માટે દેશમાં લગાવવામાં આવતી રસી ખરીદવાની કેન્દ્ર સરકારની કિંમત રૂ. 150 પ્રતિ ડોઝ જ છે, પણ કેન્દ્ર સરકાર દ્વારા ખરીદાયેલી રસીના ડોઝ રાજ્યોને મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. કેન્દ્રથી રાજ્યોને મફત રસીના ડોઝ મળવાનું જારી રહેશે. સરકાર રસીના પ્રત્યેક ડોઝ રૂ. 150માં ખરીદી રહી છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું. દેશમાં કોવિશિલ્ડ અને કોરોના રસીના ડોઝ આપવામાં આવી રહ્યા છે. ટૂંક સમયમાં વિદેશી રસ સ્પુતનિક Vના ડોઝ દેશમાં આવશે.

શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના  રોગચાળાગ્રસ્ત 10 રાજ્યોના મુખ્ય પ્રધાનોની સાથે બેઠક કરી હતી અને સ્થિતિની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત જરૂરી દવાઓના કાળા બજાર સામે કડક કાર્યવાહીના નિર્દેશ વડા પ્રધાને રાજ્યોને આપ્યા હતા.

દેશમાં આ વર્ષે 16 જાન્યુઆરીથી રસીકરણ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. દેશમાં અત્યાર સુધી કુલ 13,83.79.832 લોકોને રસ આપવામાં આવી છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં 29 લાખથી વદુ લોકોને રસી આપવામાં આવી છે.