ઋષિકેશઃ 31માં વાર્ષિક આંતરરાષ્ટ્રીય યોગ મહોત્સવનો પ્રારંભ

ઋષિકેશઃ પરમાર્થ નિકેતનના પ્રાંગણમાં યોગનાં વિવિધ આસાનો સાથે સૂર્યોદય થયો. વિશ્વના 56થી વધુ દેશોથી આવેલા યોગ જિજ્ઞાસુઓએ પ્રાતઃ કાળે વિખ્યાત યોગ ગુરુઓના માર્ગદર્શનમાં યોગ વિદ્યાઓને આત્મસાત્ કરવાનો પ્રારંભ કર્યો  હતો. યોગના પિતામહ યોગ ગુરુઓને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પિત કરતાં પરમાધ્યક્ષ સ્વામી ચિદાનંદ સરસ્વતીજી મહારાજ, કેન્દ્રીય પર્યટનપ્રધાન પ્રહલાદ પટેલ, વિધાનસભાના અધ્યક્ષ પ્રેમચંદ અગ્રવાલ સહિત અનેક મહાનુભાવો અને અનેક દેશોથી આવેલા યોગાચાર્યોએ દીપ પ્રાગટ્ય કર્યું હતું. ત્યાર બાદ આ પ્રસંગે વિવિધ દેશોથી આવેલા કીર્તન બેન્ડ, ફિનલેન્ડ અને ક્યુબાથી આવેલા વિજય કૃષ્ણા અને અન્ય કીર્તનકારોએ સંગીત સાથે કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો.  

વિશ્વ વિખ્યાત યોગ મહાપર્વનું આયોજન પરમાર્થ નિકેતન દ્વારા 1999થી નિરંતર કરવામાં આવી રહ્યું છે. આ આંતરાષ્ટ્રીય યોગ મહોત્સવમાં વિશ્વના 25થી વધુ દેશોના 90થી વધુ સંતો અને યોગાચાર્યોએ ભાગ લીધો હતો. અત્યાર સુધી 56થી વધુ દેશોના 900થી વધુ લોકો આ યોગ મહાપર્વમાં સહભાગી થઈ ચૂક્યા છે અને સતત વિશ્વના અન્ય દેશોના યોગ જિજ્ઞાસુ આ મહોત્સવમાં ભાગ લેવા રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે

આંતરરાષ્ટ્રીય યોગ મહોત્સવમાં યોગની 150થી વધુ અવસ્થા હોય છે. આ ક્રમ સવારે ચાર કલાકથી રાત્રે 9.30 કલાક સુધી એક સપ્તાહ દરરોજ ચાલશે. આંતરાષ્ટ્રીય યોગ મહોત્સવનું આયોજન  પરમાર્થ નિકેતન, અતુલ્ય ભારત, પર્યટન મંત્રાલય અને ભારત સરકારના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવે છે.

સ્વામી ચિદાનંદ સરસ્વતીજી મહારાજે બધા અતિથિઓનું સન્માન કરતાં કહ્યું હતું કે વિશ્વના વિવિધ દેશોથી જે પણ યોગ જિજ્ઞાસુ મા ગંગાના પાવન તટે આવીને યોગને આત્મસાત્ કરી રહ્યા છે, તેઓ અહીંથી શાંતિ દૂત બનીને જાય.

વિવિધ દેશોના યોગ ગુરુએ શું કહ્યું

અમેરિકી યોગાચાર્ય ટોમી રોજને કહ્યું કે યોગ અમને એકતાનો સંદેશ આપે છે. યોગ એ માર્ગ છે, જેના માધ્યમથી આપણે સંદેહ દૂર કરીને મનમાં વિશ્વાસને ઉજાગર કરી શકીએ છે.

જેનેટ એટવુડે કહ્યું કે યોગ અમારી વચ્ચે જે ધર્મની દીવાલો છે, એને ખતમ કરે છે. આજે આપણે ચારે તરફ જે આતંક જોઈ રહ્યા છે, એ માત્ર મગજનો આતંક છે અને યોગ આ મગજના આતંકને શાંત કરીને શાંતિનો માર્ગ બતાવે છે.  યોગાચાર્ય સાધ્વી આભા સરસ્વતીજીએ યોગ નિદ્રા, સાત્ત્વિક જીવન માટે આહારના નિયમોનું મહત્ત્વ સમજાવ્યું. સ્વામી ચિદાનંદ સરસ્વતીજી મહારાજે બધા વિશિષ્ટ અતિથિઓને પર્યાવરણના પ્રતીક રુદ્રાક્ષનો છોડ ભેટ સ્વરૂપે આપ્યો હતો.

પરમાર્થની વિવિધ કલાઓથી સમૃદ્ધ સાપ્તાહિક મંચ

વિશ્વ વિખ્યાત સૂફી ગાયક કૈલાશ ખેર પોતાના કૈલાશા બેન્ક સાથે પ્રેરણાદાયક સંગીત પ્રસ્તુત કરશે. ડ્રમ અને તાલવાદક શિવમણિ અને રુના રિઝવી મંત્રમુગ્ધ સંગીતની પ્રસ્તુતિ કરશે. આ ઉપરાંત અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંગીતકારો અને કલાકારો પરમાર્થ નિકેતન કલામંચ સુશોભિત કરશે. આ ઉપરાંત પરમાર્થ ઋષિકુમારો દ્વારા ડાન્સ અને થિયેટર પર્ફોર્મન્સ, સૂફી ડાન્સ મર્ટ ગુલરની ટીમ દ્વારા રજૂ કરવામાં આવશે.

આ ઉપરાંત ધ્યાન, મુદ્રા, વૈદિક મંત્ર, સંસ્કૃત વાચન, આયુર્વેદ, સાઉન્ડ હીલિંગ રેકી, દર્શન હોમિયોપથી ચિકિસ્તા તથા અનેક કાર્યશાળા નાટક પ્દર્શ, વ્યાખ્યાન, પ્રવચન તથા ઇન્ટરએક્ટિવ સત્રોનું આયોજન કરશે. આ સાથે આધ્યાત્મિક મહાપુરુષો દઅને ધર્મગુરુઓ દ્વારા ધાર્મિક સંવાદ જિજ્ઞાશા સમાધાન અને પ્રશ્નોત્તરીનું પણ વિશેષ આયોજન આંતરરાશ્ટ્રીય યોગ મહોત્સવમાં કરવામાં આવ્યું છે.

31મા  આંતરરાષ્ટ્રીય યોગ મહોત્સવમાં દેશોના યોગીઓની સહભાગિતા-ભારત, સ્પેન, અમેરિકા, જર્મની, ઓસ્ટ્રેલિયા, કેનેડા, બ્રિટન, અફઘાનિસ્તાન, જાપાન સહિત વિશ્વના વિવિધ દેશોના યોગ જિજ્ઞાસુઓ ભાગ લઈ રહ્યા છે.