ભારત, ચીન વચ્ચે 13મા દોરની સૈન્ય-બેઠક પણ નિષ્ફળ

નવી દિલ્હીઃ પૂર્વ લદ્દાખની વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ચાલી રહેલા ભારત-ચીન ટેન્શનને લઈને રવિવારે 13મા દોરની વાતચીત થઈ. આ વાતચીત સાડાઆઠ કલાક ચાલી હતી. આ ચુશુલ-મોલ્દો બેઠકમાં પૂર્વ લદ્દાખમાં વિવાદ પર ચર્ચા થઈ હતી. આ બેઠકમાં રચનાત્મક સૂચનો કરવામાં આવ્યા હતા, પણ ચીની પક્ષ સહમત ન થયું, વળી ચીન કોઈ દૂરંદેશી પ્રસ્તાવ રજૂ કરવા માટે પણ અસમર્થ રહ્યું. બંને સેનાઓના ટોચના અધિકારીઓની વચ્ચે 12મા દોરીન વાતચીત થઈ ચૂકી છે, જેમાં અત્યાર સુધી વિવાદ શમ્યો નથી.

ચીન દ્વારા LACની સ્થિતિને બદલવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. જોકે આ પરિસ્થિતિ દ્વિપક્ષી સમજૂતીના ઉલ્લંઘનના એકતરફી પ્રયાસોને કારણે થઈ હતી, એમ ભારતે જણાવ્યું હતું.

ચીન બાકીનાં ક્ષેત્રો માટે યોગ્ય પગલાં ભરે, જેથી પશ્ચિમી ક્ષેત્રમાં LACની સાથે શાંતિ પ્રસ્થાપિત થઈ શકે, એમ નિવેદનમાં કહેવામાં આવ્યું હતું.

ભારત-ચીનના કોર્પ્સ કમાન્ડર સ્તરની વાતચીત પડોશી દેશમાં સ્થિત મોલ્ડોમાં થઈ હતી. બંને દેશોની વચ્ચે વાતચીતનો ઉદ્દેશ પૂર્વ-લદ્દાખ સેક્ટરમાં સૈન્યની અથડામણ પર ચર્ચા કરવાનો અને સમાધાન કાઢવાનો હતો.એવું માનવામાં આવી રહ્યું છે કે કોર કમાન્ડર સ્તરની વાતચીત મુખ્યત્વે પેટ્રોલિંગ પોઇન્ટ 15થી સૈનિકોના પરત ફરવાની પ્રક્રિયાને પૂરી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી છે. આ વાતચીત 10-30 કલાકથી શરૂ થઈ હતી અને સાંજે સાત કલાક ચાલી હતી.

આ 13મા દોરની વાતચીત ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ના સૈનિકો દ્વારા ઘૂસણખોરીના પ્રયાસ-હાલની બે ઘટનાઓની પૃષ્ઠભૂમિમાં થઈ હતી- એક ઉત્તરાખંડના બારાહોતી સેક્ટરમાં અને બીજી અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં.