નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે હૈદરાબાદ એન્કાઉન્ટર કેસમાં પૂર્વ ન્યાયાધીશ વી.એસ. સિરપુરકરની આગેવાની હેઠળ તપાસ પંચની રચના કરી દીધી છે. ત્રણ સભ્યોના કમિશનને છ મહિનામાં રિપોર્ટ રજૂ કરશે. આ સાથે હાઇકોર્ટ અને એનએચઆરસીની તપાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કોર્ટે કહ્યું કે અમે એવું નથી કહી રહ્યાં કે પોલીસ દોષી છે. સુપ્રીમ કોર્ટે અરજદારને પૂછ્યું કે આ ઘટના સાથે તમારો સંબંધ શું છે? તમે સુપ્રીમ કોર્ટમાં અરજી કેમ કરી? તમે હૈદરાબાદના છો?
સુનાવણી દરમિયાન સીજેઆઈ એસ.એ. બોબડેએ તેલંગાણા સરકાર તરફથી હાજર વકીલ મુકુલ રોહતગીને પૂછ્યું કે, હકીકતો કોઈને ખબર નથી? વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે આપણે જાણીએ છીએ. ચારની ઓળખ ટોલ પ્લાઝા સીસીટીવી દ્વારા કરવામાં આવી હતી. ચારેયની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ મથકની બહાર લોકોના ટોળા એકઠાં થયાં હતાં. ચારેયને મોબાઇલ અને અન્ય સામાન ફરીથી મેળવવા માટે સ્થળ પર લઈ જવામાં આવ્યાં હતાં, પરંતુ લોકોના ટોળાને કારણે તેઓને રાત્રે લઈ જવા પડ્યાં હતાં.
એડવોકેટ મુકુલ રોહતગીએ વધુમાં જણાવ્યું છે કે તેમણે બે રિવોલ્વર લઈ લીધી હતી અને લોખંડના સળિયા, ડંડા અને પત્થરોથી પોલિસ પર હુમલો કર્યો હતો. ત્યારબાદ સીજેઆઈએ સવાલ કર્યો કે તેમણે પિસ્તોલ છીનવી છે? તબીબી રેકોર્ડ શું છે ત્યારે વકીલે કહ્યું, જવાબમાં પોલીસે ગોળી ચલાવવી પડી. સીજેઆઈનો આગળનો સવાલ એ હતો કે સ્થળ પર કયા રેન્ક અધિકારી હતાં? જેના પર મુકુલે જણાવ્યું હતું કે એસીપી, એસઆઈ સહિત દસ પોલીસકર્મી છે.
સીજેઆઈએ પૂછ્યું કે તેઓએ પોલીસ ઉપર પિસ્તોલ વડે ગોળીબાર કર્યો હતો? પોલીસકર્મીને ગોળી વાગી? આ અંગે વકીલે કહ્યું કે પત્થરના અને ડંડાથી કોઈ બે પોલીસ કર્મચારી ઘાયલ થયા છે. સીજેઆઈએ વધુમાં પૂછ્યું કે પિસ્તોલની ગોળી મળી આવી છે કે કેમ. જેમાં વકીલે હા પાડી. તેંણે કહ્યું હતું કે એક દૂધવાળાએ ગુનો જોયો હતો, તેણે યુવતીને સળગતી જોઇ હતી અને પોલીસને જાણ કરી હતી.
સીજેઆઈએ કહ્યું કે અમે એન્કાઉન્ટરની તપાસ કરવા અંગેનો મત ધરાવીએ છીએ. આ કિસ્સામાં કેટલાક તથ્યો તપાસવા મહત્વપૂર્ણ છે. ત્યારે વકીલ મુકુલે કહ્યું કે સુપ્રીમ કોર્ટના માર્ગદર્શિકા મુજબ તપાસ ચાલી રહી છે. એસઆઇટી પોલીસ કમિશનર, આઈપીએસ અધિકારી અને અન્ય અધિકારીઓ છે તેઓ તપાસ કરી રહ્યાં છે.