વચગાળાના બજેટમાં ટેક્સપેયર્સ ખાલી હાથ

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી પહેલાં મોદી સરકાર દરેક વર્ગના મતદારોને આકર્ષવા પ્રયાસ કરી રહી છે. એટલે બજેટમાં મોટા એલાનની અપેક્ષા છે. સરકારે સાત લાખ સુધીની વાર્ષિક આવકને ટેક્સ છૂટ આપવાનું એલાન કર્યું છે. જોકે ટેક્સપેયર્સ માટે કોઈ જાહેરાત નથી કરવામાં આવી.

દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે વચગાળાનું બજેટમાં મોટી જાહેરાતો કરી છે. તેમણે જાહેરાત કરી કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર 11 ટકા વધુ ખર્ચ કરવામાં આવશે.ત્રણ નવા રેલ કોરિડોર શરૂ કરવામાં આવશે.

બજેટમાં હાઇલાઇટ્સ આ મુજબ છે…

  • સાત લાખની આવક સુધી કોઇ ટેક્સ નહિ
  • ટેક્સના દરોમાં કોઈ ફેરફાર નહીં
  • એક કરોડ સોલર પેનલ યુઝર્સને મફત વીજ
  • એક કરોડ ઘરોને મહિને 300 યુનિટ નિઃશૂલ્ક વીજ
  • પાંચ વર્ષમાં PMAY-G હેઠળ મધ્યમ વર્ગ માટે બે કરોડ ઘરો બનાવવાની જાહેરાત
  • લખપતિ દીદી યોજનામાં ત્રણ કરોડ મહિલાઓ જોડવામાં આવશે
  • આયુષ્માન ભાર યોજના હેઠળ બધી આશા વર્કર્સ, આંગનવાડી વર્કર્સ અને હેલ્પર્સને કવર કરવામાં આવશે.
  • ઇલેક્ટ્રિક વાહનને પ્રોત્સાહન આપવા પર ફોક્સ
  • ઈ પરિવહન હેઠળ ઈ બસોની સંખ્યા વધારીશું
  • ટેક્નોલોજીમાં રસ ધરાવતા યુવાઓને ખાસ તક
  • આ યુવાઓને 50 વર્ષની વ્યાજમુક્ત લોન અપાશે
  • યુવાઓ માટે રૂ. એક લાખ કરોડનું ફંડ તૈયાર કરાશે
  • સરકારના MSP વધારીને ખેડૂતોની આવક વધારવા પ્રયાસ
  • દેશમાં વધુમાં વધુ મેડિકલ કોલેજ બનાવવાની વ્યવસ્થા કરાશે
  • સરકારનું ફોકસ ગરીબ, મહિલા અને યુવા સશક્તીકરણ પર
  • દૂધ ઉત્પાદકતા વધે એ માટે પગલાં લેવાશે.
  • PM આવાસમાં સાત ટકા આવાસ મહિલાઓને
  • 78 લાખ સ્ટ્રીટ વેન્ડરને લોન અપાઈ
  • મોદી સરકારે 25 કરોડ લોકોને ગરીબી રેખાથી બહાર કાઢ્યા
  • ઘર, વીજ અને પાણી દરેક ઘરે પહોંચાડવાનો સંકલ્પ
  • સરકાર દ્વારા 80 કરોડ લોકોને મફત વહેંચણી